દ્વારકા જીલ્લામાં ગત વર્ષમાં જુદા જુદા વિસ્તારોમાંથી બોગસ ડોકટરો મળી આવ્યા હતા, દરમ્યાનમાં કાઠી દેવળીયા વિસ્તારમાં વધુ એક ડીગ્રી વગરનો ડોકટર ઝપટમાં આવ્યો છે.
ખંભાળિયા તાલુકાના કાઠી દેવળીયા ગામે રહેતા અને મૂળ હરિયાણા રાજ્યના નદીયા જિલ્લાના મૂળ વતની એવા નરેન્દ્રસિંહ રામચંદ્ર શ્રીપ્યારચંદ્ર ચૌહાણ (ઉ.વ. ૪૮) દ્વારા ગુજરાતમાં મેડિકલ પ્રેક્ટિસ કરવા માટેની માન્યતા પ્રાપ્ત ડિગ્રી ન હોવા છતાં પણ પોતે ડોક્ટર હોવાનું જણાવી, દવાખાનું ચલાવી અને દર્દીઓની સારવાર કરતા એસ.ઓ.જી. પોલીસે ઝડપી લીધો હતો.
આ દવાખાનામાંથી પોલીસે કુલ રૂપિયા ૩૬,૩૫૫નો મેડિકલ પ્રેક્ટિસને લગતો સામાન તથા અન્ય મુદ્દામાલ કબજે કરી, ઉપરોક્ત શખ્સ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૨૫ તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિસનર એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના એ.એસ.આઈ. જે.પી. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.