રાજકોટના તબીબનો મહિલા સાથે નો ન્યૂડ વીડિયો ઉતારી લઈ બ્લેકમેલ કરી રૂપિયા 25 લાખની માંગ કરવાના કેસમાં મુખ્ય સૂત્રધાર એવા તોડબાજ ડોક્ટર નાંઢા અને કહેવાતા પત્રકારો દ્વારા ખંડણી માંગવાના કેસમાં સાઈબર ક્રાઈમ પોલીસ મથકમાં આઠ પત્રકાર સહિત ૧૨ સામે ગુનો દાખલ થતાં પોલીસે આ ગુનાના માસ્ટર માઈન્ડ એવા આરોપી તબીબને ઝડપી ધરપકડ કર્યા બાદ તેના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટના એક જાણીતા તબીબ અને એક મહિલા સાથે છૂપા કેમેરા મારફતે અંગત પળોના સીસીટીવી કેમેરામાંથી ફૂટેજો મેળવી તબીબને બ્લેકમેલ કરી નાણા પડાવવા માટે નું કાવતરું નથી રૂપિયા 25 લાખની માંગ કરવામાં આવી હતી. આષડયંત્ર માં આઠ જેટલા પત્રકારો ઉપરાંત અન્ય ચાર મળી કુલ 12 જેટલા વ્યક્તિઓની સંડોવણી સામે આવતા સાયબર સેલમાં તબીબે ફરિયાદ કરી હતી.
આ અંગે સાયબર સેલ એસીપી ચિંતન પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઇ જે એમ કૈલા સહિતની ટીમે Bns કલમ ૩૦૮ (૫) ૩૦૮(૪) ૩૫૧ (૨) ૩૫૬(૩) ૬૧ અને આઇટી એક્ટ કલમ હેઠળ ૧૨ સામે ગુનો નોંધાયો બાદ આ કાંડના મુખ્ય સૂત્રધાર એવા તબીબ ડૉ.કમલ ચમનલાલ નાંઢા ઉંમર વર્ષ ૩૨ની ધરપકડ કરી હતી.
આરોપી તબીબની પૂછપરછમાં તેની પાસે ડૉક્ટરના ક્લિનિકના અનેક વીડિયો હોવાથી આ વીડિયો કબજે કરવા તબીબના રિમાન્ડ મેળવવા ઉપરાંત સાત જેટલા કહેવાતા પત્રકારો તેમજ અન્ય ચાર અજાણ્યા વ્યક્તિઓની મોબાઈલ નંબરના આધારે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડૉ. કમલ નાંઢાના પિતા નિવૃત્ત જીએસટી અધિકારી હોવાનું ચર્ચાઈ રહ્યું છે તેમજ ડૉ.કમલે આ કારસ્તાન એક મહિલા ડૉક્ટરની ગતિવિધિ પર ધ્યાન રાખવા માટે કર્યું હોવાનું હાલ લાગી રહ્યું છે,જો કે અન્ય આરોપીઓ ઝડપાયા બાદજ સમગ્ર કાંડ ઉપરથી પડદો ઉચકાશે અને સાચું શું ખોટું શું તે બાબતે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.