BREAKING NEWS

નંબર વન ડોક્ટર, 100% સફળ... જેવી ભામ્રક જાહેરાતો ડોક્ટર્સ નહીં કરી શકેઃ નિયમ ભંગ બદલ લાયસન્સ સસ્પેન્ડ સુધીની કાર્યવાહી

  • October 08, 2026 01:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુપ્રીમ કોર્ટના આદેશને પગલે નેશનલ મેડિકલ કમિશને દેશભરના રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર્સ અને હોસ્પિટલો માટે જાહેરાતો અંગેની વિસ્તૃત ગાઈડલાઈન જાહેર કરી છે. મેડિકલ પ્રોફેશનની ગરિમા જાળવવા, હેલ્થકેર ક્ષેત્રે કોમર્શિયલાઈઝેશન અટકાવવા અને દર્દીઓના હિતનું રક્ષણ કરવા માટે આ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. નવા નિયમો અનુસાર, હવે કોઈ પણ ડૉક્ટર કે હોસ્પિટલ સારવારના ખોટા દાવા કે દર્દીઓને ગેરમાર્ગે દોરતી ભ્રામક જાહેરાતો કરી શકશે નહીં. 

જાહેરાતોમાં 'નંબર વન ડૉક્ટર', 'બેસ્ટ ડૉક્ટર', '100 ટકા સફળ', 'સારું થઈ જવાની ગેરંટી', 'મિરેકલ ટ્રીટમેન્ટ' કે 'પેઈનલેસ ટ્રીટમેન્ટ' જેવા શબ્દોનો ઉપયોગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, દર્દીઓને લલચાવવા માટે ડિસ્કાઉન્ટ, ઓફર્સ, ગિફ્ટ કે કૂપન્સ જેવી પ્રવૃત્તિઓ પણ કરી શકાશે નહીં.

કોમર્શિયલ હેતુ માટે ડૉક્ટરો કે હોસ્પિટલો એઆઈ જનરેટેડ કેમ્પેઈન ચલાવી શકશે નહીં. એઆઈનો ઉપયોગ દર્દીઓને ગેરમાર્ગે દોરવા કે છેતરવા માટે ન થવો જોઈએ, પરંતુ તેનો ઉપયોગ માત્ર દર્દીઓની સમજણ માટે જ કરવાનો રહેશે. સાથે જ, પ્રમોશનલ હેતુ માટે દર્દીના નામ, ફોટોગ્રાફ કે અન્ય કોઈ પણ રેકોર્ડનો ઉપયોગ કરવાની કે તેને અન્ય સાથે વહેંચવાની સખત મનાઈ ફરમાવવામાં આવી છે.

ગાઈડલાઈન મુજબ નિયમોના પ્રથમ ભંગ પર ચેતવણી અપાશે, જ્યારે બીજી વાર નિયમ ભંગ કરવા પર પેનલ્ટી ફટકારવામાં આવશે. જો ત્રીજી વખત નિયમ ભંગ થશે તો 3થી 6 મહિના માટે રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરવામાં આવશે. કેસની ગંભીરતા કે સીરિયસ વાયોલેશન ધ્યાને આવશે તો 6થી 12 મહિના સુધી લાયસન્સ સસ્પેન્ડ થઈ શકે છે. ઉપરાંત, વારંવારની બેદરકારી બદલ મેડિકલ રજિસ્ટરમાંથી 1થી 3 વર્ષ માટે નામ પણ દૂર કરવામાં આવશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application