આધાર માટે રજૂ કરાતા ડોક્યુમેન્ટ્સ ક્યુઆર કોડ વાળા હોવા જરૂરી: નવો પરીપત્ર અમલી
આધાર માટે રજૂ કરાતા ડોક્યુમેન્ટ્સ ક્યુઆર કોડ વાળા હોવા જરૂરી: નવો પરીપત્ર અમલી
January 06, 2026 05:28 PM
રાજકોટ મહાપાલિકાના આધાર કેન્દ્રો ખાતે આધારમાં સુધારા, વધારા કે ઉમેરા માટે રજૂ કરાતા ડોક્યુમેન્ટ્સનું વેરીફીકેશન ઓનલાઈન જ થતું હોય હવેથી રજૂ કરાતા ડોક્યુમેન્ટ્સ લેટેસ્ટ જ અને ક્યુઆર કોડ વાળા હોવા જરૂરી છે. કેન્દ્ર દ્વારા અમલી કરાયેલા નવા નિયમોનો આજથી મહાપાલિકામાં અમલ શરૂ કરાયો છે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના આધાર વિભાગના મેનેજરએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરીજનોની સુવિધા સારું મહાનગરપાલિકા દ્વારા વોર્ડ વાઈઝ આધાર કેન્દ્ર તેમજ વિભાગીય કચેરી ખાતે આધાર કેન્દ્રો કાર્યરત કરવામાં આવેલ છે, દરમિયાન તાજેતરમાં ઈ-મેઈલ તેમજ રાજપત્રથી પ્રસિદ્ધ કરવામાં આવેલ સુચના અનુસાર આધાર કેન્દ્રો ખાતે નવા આધારની તેમજ સુધારા-વધારાની કામગીરી માટે જે પુરાવાઓ રજુ કરવામાં આવે તેની યથાર્થતાની ચકાસણી- ક્યુ.આર.કોડ તેમજ અન્ય પદ્ધતિ મારફતે ઓન લાઈન કરવામાં આવે છે. શહેરીજનોને આધારની કામગીરી માટે મહાનગરપાલિકાની વોર્ડ ઓફિસે તેમજ વિભાગીય કચેરી ખાતે અધ્યતન પુરાવા સાથે મુલાકાત લેવા અનુરોધ કરાયો છે.