ચોકલેટ જોઈને કોણ લલચાય નહીં? તે બાળકો હોય કે વૃદ્ધ દરેકની ફેવરિટ હોય છે, પરંતુ કેટલાક રિસર્ચમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ચોકલેટ ખાવાથી ચહેરા પર પિમ્પલ્સ થાય છે. સામાન્ય રીતે એવું સાંભળવામાં આવે છે કે વધુ પડતું તેલ ખાવાથી ખીલ અને પિમ્પલ્સની સમસ્યા થાય છે, પરંતુ ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે ચોકલેટથી પણ આ સમસ્યા થઈ શકે છે. ચાલો જાણીએ સ્કિન સ્પેશિયાલિસ્ટ પાસેથી શું છે તેની હકીકત.
શું ચોકલેટથી ખીલ થાય છે?
1960 ના દાયકામાં ચોકલેટ અને ખીલ વચ્ચેની કડી નક્કી કરવા માટે ઘણા અભ્યાસ હાથ ધરવામાં આવ્યા હતા. અત્યાર સુધી કરવામાં આવેલા સૌથી મોટા અભ્યાસમાં માત્ર 65 લોકોને જ સામેલ કરવામાં આવ્યા હતા. જેમાં જાણવા મળ્યું હતું કે ખીલ અને ચોકલેટ વચ્ચે કોઈ સંબંધ નથી. જો કે, આ અભ્યાસની ઘણી ટીકા પણ કરવામાં આવી હતી.
ચહેરા પરના ખીલ માટે ચોકલેટ જવાબદાર ન કહી શકાય, પરંતુ આપણે જે કંઈ પણ ખાઈએ છીએ અને પીએ છીએ તેની અસર ચોક્કસપણે થાય છે. ચરબી, તેલ, ખાંડ અને ડેરી ઉત્પાદનોથી ભરપૂર ખોરાક આવી સમસ્યાઓ વધારી શકે છે.
ત્વચા નિષ્ણાતો શું કહે છે
સ્કિન સ્પેશિયાલિસ્ટ ડૉકટર કહે છે કે કિશોરાવસ્થામાં ચહેરા પર ખીલ થવાનું કારણ અથવા તેને મટાડવામાં નિષ્ફળતા ઘણી વાર આનુવંશિક હોય છે. ખરેખર આપણી ત્વચામાં તેલ ઉત્પન્ન કરતી ગ્રંથીઓનું કદ આપણી આનુવંશિકતા પર આધારિત છે. ચહેરા પર ખીલની ફરિયાદો તાજેતરમાં વધી છે, ખાસ કરીને સ્ત્રીઓમા કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. તેણે કહ્યું, આપણે જે પ્રકારની જીવનશૈલી ફોલો કરી રહ્યા છીએ તે આપણા શરીર માટે સારી નથી, કદાચ આ પણ ખીલનું કારણ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૧૮ જિલ્લામાં પુરવઠા નિગમના ગોડાઉન અને સસ્તા અનાજની દુકાનોમાં ચેકિંગ
May 03, 2025 10:18 AMધારીના દીતલા ગામે દંપતી વચ્ચે ઝગડો થતા પત્નીનો આપઘાત
May 03, 2025 10:16 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech