આજે સવારે બાબરા-અમરેલી રોડ પર લુણકી ગામ નજીક પેટ્રોલ-ડીઝલનો ટેન્ક બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ બાદ ટેન્કરમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ડ્રાઇવર ભડથું થઈ જતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
3 કલાકે આગ કાબૂમાં આવી
મળતી માહિતી પ્રમાણે સવારે 6.30 વાગ્યે આ બનાવ બન્યો હતો. ઘટનાની જાણ થતા બાબરા નગરપાલિકાની ફાયરબ્રિગેડની ટીમ દોડી ગઈ હતી. ફાયર વિભાગના અજયસિંહ સોલંકીને જાણ થતાં તુરંત તેઓ ઘટનાસ્થળે પહોંચી આગમાં લપેટાયેલા ટેન્કર પર પાણીનો મારો કર્યો હતો. 3 કલાકે આગ કાબૂમાં આવી હતી અને બાબરા પોલીસ પણ તુરંત ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
બ્લાસ્ટનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો
ટેન્કર બ્લાસ્ટ થતા જ તેમાંથી પ્રચંડ અવાજ નીકળ્યો હતો. આ અવાજ દૂર દૂર સુધી સંભળાતા આસપાસના લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાને લઈ લોકો પણ દોડી ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર એસ.ઓ.જી. દ્વારા લાલપુર ખાતે NDPS અંગે સેમિનાર યોજાયો
June 18, 2025 07:13 PMઅમદાવાદ પ્લેન ક્રેશ: 208 મૃતકોના DNA મેચ, 173 મૃતદેહો પરિવારોને સુપરત
June 18, 2025 06:43 PMદેવભૂમિ દ્વારકા..જિલ્લામાં ત્રણ વર્ષમાં રૂ.100 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
June 18, 2025 06:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech