ડ્રોન આજકાલ આ શબ્દ ખુબ જ જાણીતો થઈ ગયો છે....તાજેતરમાં જ પાકિસ્તાન અને ભારત વચ્ચેની તણાવની સ્થિતિ દરમિયાન ડ્રોન એટેકની ઘટનાઓ સામે આવી હતી. ડ્રોન યુદ્ધનું હથિયાર બની ગયું છે ત્યારે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલા ડૉ.એપીજે અબ્દુલ કલામ વિજ્ઞાન પ્રયોગ શાળામાં અનોખું ડ્રોન તૈયાર કરવામાં આવ્યુ છે. આ માઇક્રો સર્વેલન્સ ડ્રોન બનવામાં આવ્યું છે. જો કે ડ્રોનનો ઉપયોગ ટોયઝથી લઈને મિસાઈલ લોન્ચર સુધી થતો હોય છે ત્યારે રાજકોટમાં તૈયાર થયેલા ડ્રોનની શું ખાસિયત છે? ડ્રોન કેટલા પ્રકારના હોય છે? ડ્રોન પરનો જોઈએ અમારા આ ખાસ અહેવાલ...
માઈક્રો સર્વેલન્સ ડ્રોન બનાવવામાં આવ્યું
જ્યારે જ્યારે વાત આવે કંઈક નવા સંશોધનની ત્યારે ત્યારે રાજકોટમાંથી કંઈક નવી કારીગરી સામે આવે. હાલ ડ્રોન એ રસાયણો વિશે બન્યો છે ત્યારે રાજકોટમાં અનોખું ડ્રોન બનાવતા હોવાનું સામે આવ્યું છે. રાજકોટની એક ખાનગી કંપની દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિજ્ઞાન પ્રયોગશાળામાં અનોખું ડ્રોન બનાવવામાં આવ્યું છે. માઈક્રો સર્વેલન્સ ડ્રોન બનાવવામાં આવ્યું છે. જે ઓટોનોમિ ટેકનોલોજી બનાવવામાં આવી છે.
બિલ્ડિંગની અંદર ઉડી શકે
જે બિલ્ડિંગની અંદર ઉડી શકે છે કઈ બિલ્ડિંગ કે કોઈ બાંધકામની અંદર આ ડ્રોન ફ્લાય કરાવી સરળતાથી ત્યાં સર્વેલન્સની કામગીરી કરી શકાય છે.. બિલ્ડિંગની અંદર અને ખુલ્લા આસમાન નીચે પણ આ ડ્રોનને ફ્લાય કરાવી શકાય છે. આ માટે આ ડ્રોનમાં ખાસ એડવાન્સ રોબેટિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, આ ડ્રોનમાં કોમ્યુનિકેશન સિસ્ટમ, ફ્લાઇટ કંટ્રોલ, કોમ્પ્યુટરિંગ યુનિટ, સોફ્ટવેર અલ્ગોરિધમ એ બધું જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ તૈયાર કરેલું છે.
આ ડ્રોનની ખાસિયત એ છે કે તે જીપીએસ કનેક્શન વગર પણ તેને ઉડાડી શકાય છે. તેને યોગ્ય દિશામાં લઈ જઈ શકાય છે. જે જગ્યાએ જીપીએસ જામર લગાવ્યા હોય છે તે જગ્યાએ પણ આ ડ્રોન અને ઉડાડી શકાય છે.
રાજકોટમાં બનેલા ડ્રોનની ખાસિયત
હવે ટેકનોલોજીમાં પણ રાજકોટ સતત આગળ
રાજકોટ શહેર અગાઉ પણ ડિફેન્સ ઇક્યુમેન્ટ બનાવવાના લઈને જાણીતું બન્યું છે ત્યારે હવે ટેકનોલોજીમાં પણ રાજકોટ સતત આગળ વધી રહ્યું છે. ડ્રોન જેવા મહત્વના સાધનો પણ મેડ ઈન રાજકોટ બની રહ્યા છે. અત્યારે આવતા દિવસોમાં અવાજ સાધનો રાજકોટના વધુ યશ અપાવી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરજાઓનાં દિવસોમાં યાત્રિકો ગંગા આરતી સાથે હરિદ્વાર યાત્રાનો લઈ રહ્યાં છે લાભ
May 19, 2025 04:09 PMભાવનગર-ધોલેરા રોડે માઢિયા નજીક દારુ ભરેલી કારનો અકસ્માત
May 19, 2025 04:06 PMસમુદ્રમાં માછીમારી કરવા ગયેલી પોરબંદરની ફિશિંગ બોટોને ફરી પરત બોલાવવામાં આવી
May 19, 2025 03:59 PMસિહોર, પાલીતાણા તેમજ મહુવા સહિત ભાવ. ડિવિઝનના ૬ સ્ટેશન બન્યા "અમૃત સ્ટેશન
May 19, 2025 03:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech