BREAKING NEWS

વાઇબ્રન્ટ સમિટને લઈ રાજકોટમાં ત્રણ દિવસ ડ્રોન ઉડાડી શકાશે નહીં, પોલીસે 'નો ડ્રોન ફ્લાય ઝોન' જાહેર કર્યું

  • January 06, 2026 05:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટની ભાગોળે મોરબી રોડ પર મારવાડી યુનિવર્સિટીમાં તારીખ 9 થી 12 ત્રણ દિવસ વાઈબ્રન્ટ સમીટના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય તેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, વિશ્વના ઉધોગપતિઓ,મંત્રીઓ, દેશ-વિદેશની કંપનીઓના સીઈઓ રાજકોટની મુલાકાતે આવતાં હોય તકેદારી અને સુરક્ષાના ભાગરૂપે રાજકોટ 'નો ડ્રોન ફ્લાય ઝોન' અંગે પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.


રાજકોટમાં આગામી સમયમાં વાઇબ્રન્ટ ગુજરાત રીજીયોનલ સમિટ-૨૦૨૬ યોજાનાર હોય આ સમીટમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, વિશ્વના ટોચના ઉધોગાતિઓ, કેન્દ્રીય-રાજયના મંત્રીઓ, રાજયના જાણીતા ઉધોગપતિઓ, દેશ-વિદેશની કંપનીઓના સી.ઈ.ઓ. રાજકોટની મુલાકાતે પધારનાર હોય અને શહેરમાં જ રાત્રી રોકાણ કરનાર હોય, આ સંજોગોમાં દેશ વિરોધી સંગઠનો, આતંકવાદી અને ભાંગ ફોડીયા તત્વો માનવ રહિત રીમોટ સંચાલીત વિમાન જેવા સાધનો અથવા નાની સાઇઝના વિમાન જેવા સંશાધનો અથવા એરો-સ્પોર્ટસમાં વપરાતા ઉપકરણો ના ગેરલાભ લઈ મહાનુભાવ તેમજ જાહેર જનતાની સુરક્ષા તેમજ કાયદો અને વ્યવસ્થાને ધ્યાને લઈ સાવચેતી અને સુરક્ષાના ભાગરૂપે શહેરના તમામ વિસ્તારોમાં નો ડ્રોન ક્લાય ઝોન જાહેર કરવો જરૂરી હોવાથી જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.


પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા આગામી તા.૦૯ થી તા.૧૨ મહાનુભાવ અને જાહેર જનતાની સલામતીને ધ્યાને લઇ શહેરના તમામ વિસ્તારોમાં નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે,જે દરમ્યાનમાં રીમોટ કન્ટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન, કવાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફટ તેમજ માનવ સંચાલિત માઇક્રો લાઇટ એરક્રાફટ, હેંગ ગ્લાઇડર, પેરાગ્લાઇડર, પેરા મોટર, હોટ એર બલુન, પેરા જમ્પીંગ ચલાવવાની કે ઉપયોગ કરવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે તેમજ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

આ જાહેરનામામાં પોલીસ વિભાગ, સુરક્ષાબળો તેમજ રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનને આ જાહેરનામાંમાંથી મુકિત આપવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application