કુતિયાણાની ચૌટા ચેકપોસ્ટ પરથી નશાખોર કારચાલક છરી સાથે ઝડપાયો

  • June 17, 2025 02:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કુતિયાણાની ચૌટા ચેકપોસ્ટ પરથી નશાખોર કારચાલક છરી સાથે ઝડપાયો છે . માંગરોળના ઇસમ સામે પોલીસે  બે ગુન્હા નોંધ્યા છે તથા  દેશી દા‚ના ધંધાર્થીઓ સામે પણ કાર્યવાહી છે.
નશાખોર કારચાલક ઝબ્બે
કુતિયાણાની ચૌટા ચેકપોસ્ટ ઉપર પોલીસ વોચમાં હતી ત્યારે શંકાસ્પદ હાલતમાં પસાર થતી કારને અટકાવી ચાલકની પૂછપરછ કરતા તે નશાની હાલતમાં હતો. માંગરોળના નવાપરાચોકમાં આવેલ કાનૂનગાહ ફળિયામાં રહેતો યુનુસ કાદર સોરઠીયા નામનો ૪૭ વર્ષનો ઇસમ પીધેલી હાલતમાં કાર ચલાવવા સહિત તેના કબ્જામાંથી ફાયબરના હાથાવાળી ૧૦૦ ‚ા.ની કિંમતની છરી પણ મળી આવી હતી. તેથી પોલીસે તેની સામે નશાની હાલતમાં કાર ચલાવવાનો અને હથિયારબંધીના જાહેરનામાના ભંગનો ગુન્હો નોંધીને બે લાખની કાર અને ૧૦૦ ‚ા.ની છરી કબ્જે કર્યા છે.
બગવદરમાં છરી મળી
બગવદરના દેવીપૂજક વાસમાં રહેતા નવઘણ પરબત પરમારને બગવદરના બસસ્ટેશન પાસેથી ૨૦ ‚પિયાની છરી સાથે પકડી લેવામાં આવ્યો છે.
દેશી દા‚ના દરોડા
રાણાવાવના ગોપાલપરામાં પાણીના ટાંકા પાસે રહેતી અને અગાઉ અનેકવખત દા‚ સાથે પકડાઇ ચૂકેલી સલમાબેન મહમદશાહ રફાઇ હાજર મળી આવી ન હતી પણ તેના ઘરમાંથી ૪૦૦ ‚ા.નો દા‚ મળ્યો હતો. રાણાકંડોરણાના દેવીપૂજકવાસમાં રહેતા રાજેશ ભનુ સોલંકીને ૪૦૦ ‚ા.ના દા‚ સાથે રાણાવાવના બસસ્ટેશન પાસેથી પકડી લેવાયો છે.અમરદડ ગામે વાડી વિસ્તારમાં રહેતા રમેશ દેવા ભાંભેરાને રાણાવાવમાંથી ૨૦૦ ‚ા.ના ૧ લીટર દા‚ સાથે પકડી લેવામાં આવ્યો છે. માધવપુરના  ગદાવાવના ઝાંપે રહેતા ખીમા મોહન સોલંકીને ૪૦૦ ‚ા.ના દા‚ સાથે, સુભાષનગરની હનુમાનગલીમાં રહેતા તુષાર ભગવાનજી સોલંકીને ૨૦૦ ‚ા.ના દા‚ સાથે, સુભાષનગરના મેઇનરોડ પર રહેતા રમેશ પુંજા સોલંકીને નશાની હાલતમાં પકડી લેવામાં આવ્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News