BREAKING NEWS

જામનગર : નાદુરસ્ત તબિયતના કારણે આજથી પાંચ દિવસ સુધી જામસાહેબ મળી શકશે નહીં

  • December 03, 2025 05:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામ શત્રુશલ્યસિંહજી નાદુરસ્ત તબિયતના કારણે આજથી પાંચ દિવસ સુધી એટલે કે તા. ૭-૧૨-૨૫ સુધી કોઇને મળી શકશે નહીં, તેમના કાર્યાલય દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર આજથી આગામી પાંચ દિવસ સુધીની તમામ એપોઇન્ટમેન્ટ પણ રદ કરવામાં આવી છે. આ બાબતે કોઇને થતી કોઇપણ અસુવીધા બદલ દિલગીરી વ્યકત કરી હતી.
​​​​​​​

વધુમાં જણાવવમાં આવ્યુ છે કે, હવે પછીથી એપોઇન્ટમેન્ટ ફકત મંગળવારથી શુક્રવાર સુધી સવારે ૧૦ થી ૧૨ અને સાંજે ૪ થી ૫ વાગ્યા સુધી જ મંજુર કરવામાં આવશે. તેમ યુવરાજ અજયસિંહ જાડેજાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application