BREAKING NEWS

ખંભાળીયા : ખોવાયેલ થેલો મુળ માલીકને પરત અપાવતી દ્વારકા નેત્રમ શાખા ટીમ

  • November 24, 2025 01:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા તથા નોડલ અધિકારી વિશ્વાસ પ્રોજેકટ અને નાયબ પોલીસ અધિક્ષક વી.પી.માનસેતાની સુચના મુજબ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત સ્થાપીત સીસીટીવી કેમેરાઓનો વધુમાં વધુ ઉપયોગ કરી સર્વેલન્સ, ચોરી તથા અન્ય ગુન્હા ડીટેક્ટ કરવા સુચના કરેલ હોય.જે અનુસંધાને તા.૧૬/૧૧/૨૦૨૫ના રોજ અરજદાર રાજુભાઇ જેશાભાઇ ચાવડા રહે. શ્રીજી સોસાયટી, ખંભાળીયા વાળાઓ અત્રેના જિલ્લાના ખંભાળીયા ખાતેના મિલન ચોકડી પાસે પોતાના કામ સબબ રિક્ષામાંથી ઉતરી ગયેલ. 


ત્યારબાદ થોડા સમય પછી પોતાના હિસાબોના ચોપડા જેવા કિંમતી સામાન સાથેનો થેલો રિક્ષામાં જ છુટી ગયેલનું ધ્યાને આવેલ. જે અનુસંધાને અરજદાર અત્રેની કચેરી ખાતે આવી સદર હકીકત જણાવેલ, જે બાબતે સુપરવિઝન અધિકારી પો.ઇન્સ. જે.જે. ચૌહાણ તથા ઇન્ચાર્જ એસ.વી. કાંબલીયાનાઓના માર્ગદર્શન હેઠળ અત્રેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી ખંભાળીયા ખાતેના અલગ-અલગ લોકેશનો પર લગાવેલ સીસીટીવી કેમેરાઓના ફુટેજ ટીમ દ્વારા ચેક કરાવી સદર રિક્ષાના રજિસ્ટ્રેશન નંબર મેળવી આઇટીએમએસ પોર્ટલ પરથી રિક્ષા માલિકનો સંપર્ક કરતા તેઓ દ્વારા રિક્ષા ચાલકનો સંપર્ક કરાવેલ.જે રિક્ષા ચાલક ઇમાનદારી બતાવી અરજદારનો સદરહું કિંમતી સામાન સાથેનો થેલો પરત અપાવેલ.

​​​​​​​આ કામગીરી દરમ્યાન દેવભૂમિ દ્વારકા નેત્રમ ટીમના પીઆઇ જે.જે. ચૌહાણ, પીએસઆઈ એસ.વી.કાંબલીયા,પો.હેડ.કોન્સ.દીપકભાઈ જોગલ, નેત્રમ લોકરક્ષક લખમણભાઇ ડેર,મહીલા પો.કોન્સ. નેત્રમ જીજ્ઞાબેન કરમૂર,અલ્પાબેન આંબલીયા હાજર રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application