રાજકોટમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપ, ગોંડલ, જેતપુર, વીરપુર અને જૂનાગઢ સુધી ધરા ધ્રુજી, લોકોમાં ફફડાટ
રાજકોટમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપ, ગોંડલ, જેતપુર, વીરપુર અને જૂનાગઢ સુધી ધરા ધ્રુજી, લોકોમાં ફફડાટ
October 24, 2025 03:28 PM
#aajkaal team આજે રાજકોટ જિલ્લામાં ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. બપોરે 12.37 વાગ્યે 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
ભૂકંપનો આંચકો રાજકોટથી લઇ ગોંડલ, જેતપુર, વીરપુર અને જૂનાગઢ સુધી અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ગોંડલથી 24 કિમી દૂર પશ્ચિમે જાંબુડી ગામ આસપાસના વિસ્તારમાં જમીનની ૧૫.૬ કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું.
ભૂકંપ આવતા લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. હાલ દિવાળીના તહેવારોમાં જ ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.