BREAKING NEWS

કોમી એકતાના મશાલચી અહેસાનભાઈ ચૌહાણે રાજકોટ વોર્ડ નં. 7માંથી કોંગ્રેસની ટિકિટ માંગી

  • March 07, 2026 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરના જાગનાથ પ્લોટ વિસ્તારમાં રહેતા અને વર્ષોથી ‘સર્વધર્મ સમભાવ’ની ભાવના સાથે જીવતા સામાજિક અગ્રણી અહેસાનભાઈ ચૌહાણે આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 7માંથી કોંગ્રેસ પક્ષ તરફથી કોર્પોરેટરની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અહેસાનભાઈ ચૌહાણનું જીવન કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. બાળપણમાં શિક્ષકો પાસેથી ભગવાન શિવનો મહિમા સાંભળ્યા બાદ તેઓ તેનાથી પ્રેરાયા હતા.


તેઓ છેલ્લા 35 વર્ષથી દર શ્રાવણ માસમાં પગપાળા ઈશ્વરીયા મહાદેવના દર્શને જાય છે. તેઓ અત્યાર સુધીમાં હજારો શિવભક્તોને પોતાના ખર્ચે સોમનાથની નિઃશુલ્ક યાત્રા કરાવી ચૂક્યા છે.
તેમજ રમઝાન માસ દરમિયાન રોજા પણ રાખે છે અને હિન્દુ મિત્રો સાથે રહીને ઉપવાસ પણ કરે છે.


તેમની આ નિઃસ્વાર્થ જનસેવાની નોંધ લઈને રાજકોટ કલેક્ટરે વર્ષ 2024માં તેમને 'કોમી એકતા એવોર્ડ' આપી સન્માનિત કર્યા હતા. અહેસાનભાઈએ જણાવ્યું કે તેઓ અગાઉ પક્ષના વિવિધ મહત્વના હોદ્દાઓ પર રહી ચૂક્યા છે અને લોકોની વ્યથાને વાચા આપવા હંમેશા તૈયાર છે. જો કોંગ્રેસ પક્ષ તેમને ટિકિટ આપશે, તો તેઓ લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા અને ન્યાય અપાવવા માટે વધુ મજબૂતીથી કાર્ય કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application