કોરોના વાઇરસની મહામારીને લોકો હજુ માંડ ભૂલ્યા છે, ત્યારે એક નવો વાઇરસ ફંફાડા મારી રહ્યો છે. અત્યારે એક બાજુ ચોમાસાની મોસમમાં એક તરફ કોલેરા અને ઝાડા–ઉલટીના કેસ વધી રહ્યા છે ત્યારે બીજી તરફ રાય માથે ચાંદીપુર વાઇરસનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. સાબરકાંઠા જિલ્લ ામાં ચાંદીપુરમ વાઇરસના લીધે ૬ બાળકોના શંકાસ્પદ મોતને કારણે રાયના આરોગ્યતંત્રમાં દોડધામ મચી ગઈ છે. ગુજરાતમાં અત્યારસુધીમાં ૧૨ કેસ જોવા મળ્યા ૬ દર્દીઓ સારવાર હેઠળ ચાંદીપુરા વાયરસના પરીક્ષણ માટે પુના સેમ્પલ મોકલવામાં આવે છે.
આરોગ્ય મંત્રીની સૂચના થી રાય આરોગ્ય વિભાગ દ્રારા અસરગ્રસ્ત વિસ્તારમાં સધન સર્વેલન્સની કામગીરી હાથ ધરાઇ છે.અત્યારસુધીમાં કુલ ૪,૪૮૭ ઘરોમાં કુલ ૧૮,૬૪૬ વ્યકિતઓનું સ્ક્રીનીંગ કરાયું છે.સેન્ડલાય કંટ્રોલ માટે કુલ ૨૦૯૩ ઘરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરાયો છે.
ખેડબ્રહ્માના દિગથલી ગામના ૫ વર્ષીય બાળકમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસના લક્ષણો જોવા મળ્યા હતા. બાદમાં તેને હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, યાં સારવાર દરમિયાન તેનું નિપયું હતું. ચાંદીપુરમ વાઇરસના લીધે અત્યાર સુધી ૬ દર્દીઓના મોત નિપયા હોવાનું આરોગ્ય વિભાગનું અનુમાન છે.
ચાંદીપુરા વાયરસના પરીક્ષણ માટે પુના સેમ્પલ મોકલવામાં આવે છે.જેનું પરિણામ ૧૨ થી ૧૫ દિવસે પરિણામ આવે છે. અત્યારસુધીમાં ચાંદીપુરા શંકાસ્પદ ૬ દર્દીઓના મૃત્યુ નોંધાયા છે. પુના ખાતેથી સેમ્પલના પરિણામ આવ્યા બાદ જ ચોક્કસપણે કહી શકાશે કે આ દર્દીઓ ચાંદીપુર વાયરસથી સંક્રમિત હતા કે નહીં.
સાબરકાંઠામાં સામે આવેલા કેસોને લીધે આરોગ્યની ટીમે સર્વે કામગીરી હાથ ધરી દીધી છે. સર્વે દરમિયાન અરવલ્લ ીમાં આ શંકાસ્પદ વાઇરસના લીધે ૨ દર્દીઓના મોત થયા હોવાનું જાણવા મળ્યું હતું, તો બીજી તરફ ભિલોડાના કંથારિયા વિસ્તારમાં આરોગ્ય ટીમે દ્રારા કરવામાં આવેલા સર્વેમાં હાલમાં ૨ દર્દી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
સાબરકાંઠાના મુખ્ય જિલ્લ ા આરોગ્ય અધિકારી સુતરિયાને એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે હોસ્પિટલમાં દાખલ બે અન્ય બાળકોમાં પણ આ પ્રકારના લક્ષણ જોવા મળ્યા છે. તે પણ આ વાઇરસથી સંક્રમિત લાગી રહ્યા છે. અત્યાર સુધી જે ચાર બાળકોના મોત થયા છે, તેમાંથી એક સાબરકાંઠા જિલ્લ ાનો અને બે પડોશી અરવલ્લ ી જિલ્લ ાના રહેવાસી હતા, યારે ચોથું બાળક રાજસ્થાનનું રહેવાસી હતું. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અન્ય બાળકો રાજસ્થાનના છે.
સાબરકાંઠા પંથકમાં વાઇરસ મળી આવવાને પગલે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાબરકાંઠા દોડી આવ્યા હતા. સાવચેતીના ભાગપે ગાંધીનગર ખાતે અધિકારીઓને બેઠક યોજવામાં આવી હતી. હાલ તત્રં એલર્ટ મોડ પર છે, વાઇરસનો વધુ ફેલાવો ન થાય તે માટે દવાઓનો છંટકાવ શ કરી દીધો છે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્રારા ડોર ટુ ડોર ચકાસણી કરવામાં આવી રહી છે
ચાંદીપુરમ વાઇરસનાં લક્ષણો શું હોય છે?
ચાંદીપુરમ વાઇરસ મચ્છર, લોહી ચુસનાર જંતુ અને સેન્ડલાય જેવા વેકટર્સથી ફેલાય છે. આ રોગજનક વાઇરસ રેબડોવિરિડે પરિવારના વેસિકુલોવાઇરસ જીનસનો સભ્ય છે. આ વાઇરસના મુખ્ય લક્ષણ નીચે મુજબ છે:
–વ્યકિતને તાવ આવે છે
–માથું દુખવું (માથાનો સોજો) જેવું થાય છે
–આંખો લાલ થઈ જાય
–લાલ ચાઠાં પડી જાય છે
–અશકિત જેવું લાગે
–શ્વાસ લેવામાં તકલીફ પડે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના દરેડ ગામમાં બનશે સૌથી મોટું પરશુરામ ધામ
May 03, 2025 01:11 PMNEETની પરીક્ષા પહેલા કૌભાંડની આશંકા, NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીનું નિવેદન
May 03, 2025 01:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech