BREAKING NEWS

સૌરાષ્ટ્ર્રના ૮૩માંથી આઠ જળાશયો પચાસ ટકા કે તેથી વધુ ભરેલા: મેઘરાજા મોડા પડે તો માઠી

  • June 12, 2026 02:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકા હસ્તકના ત્રણ સહિત રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના સૌરાષ્ટ્ર્રના કુલ ૮૩માંથી કત આઠ જળાશયોમાં હાલ ૫૦ ટકા કે તેથી વધુ જળ જથ્થો ઉપલબ્ધ છે અને બાકીના મોટા ભાગના જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે, અમુક જળાશયો તો ખાલી થઇને સુકાઇ પણ ગયા છે અને ડ્રાય કેટેગરીમાં આવી ગયા છે. સૌરાષ્ટ્ર્રના જળાશયો ચોમાસાના પ્રારભં પૂર્વેથી જ ખાલી થઇ ગયા છે ત્યારે સૌરાષ્ટ્ર્રવાસીઓ ચાતક નજરે વરસાદની રાહ જોઇ રહ્યા છે. વિશેષમાં રાજકોટ સિંચાઇ વર્તુળના લડ સેલના સૂત્રોમાંથી પ્રા વિગતો મુજબ, રાજકોટ જિલ્લામાં કત આજી, ન્યારી, ભાદર તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા ડેમમાં ઠલવાયેલા સૌની યોજનાના નર્મદાનીરને કારણે પર્યા જળ જથ્થો ઉપલબ્ધ છે. યારે મોરબી, જામનગર, દ્રારકા, સુરેન્દ્રનગર, પોરબંદર અને અમરેલી જિલ્લાના મોટા ભાગના ડેમ ખાલી થવા લાગ્યા છે.
સૌરાષ્ટ્ર્રમાં સામાન્ય રીતે તા.૧૫ જૂનથી ચોમાસાનો પ્રારભં થતો હોય છે, અલબત્ત છેલ્લા ચાર–પાંચ વર્ષથી સૌરાષ્ટ્ર્રના ૮૩માંથી જૂન મહિના પહેલા માવઠું વરસી જતું હોય અથવા તો જૂન માસના પ્રારંભે પ્રિ–મોન્સુન એકિટવિટી અંતર્ગત એકાદ બે ઈંચ વરસી જતો હોવાને કારણે સમયસર તા.૧૫ જૂનથી ચોમાસું શ થતું નથી અને લગભગ તા.૩૦ જૂન આજુબાજુથી મેઘરાજાનું આગમન થતું હોય છે. જો કે આ વર્ષે ઉનાળામાં આકરો તાપ વરસતા જળાશયો વ્હેલા ખાલી થયા છે. હવે મેઘરાજા મુહર્ત ન સાચવે તો હાલત માઠી થવાના એંધાણ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application