BREAKING NEWS

નવાગામમાં પહેલા માળેથી નીચે પટકાતા શરણાઇવાદક વૃદ્ધનું મોત

  • November 27, 2025 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)





રાજકોટની ભાગોળે નવાગામમાં સંબંધીના ઘરે આવેલા વૃદ્ધ રાત્રીના પહેલા માળેથી નીચે પટકાતા તેમને માથામાં ગંભીર ઇજા થતા ઘટનાસ્થળે તેમનું મોત થયું હતું. પોરબંદરના વતની વૃદ્ધ શરણાઇ વગાડવા જતા હોય તેઓ અહીં લગ્ન પ્રસંગમાં શરણાઇ વગાડવા માટે આવ્યા હતા અને નવાગામમાં સંબંધીના ઘરે રોકાયા હતા.


જાણવા મળતી વિગતો મુજબ, નવાગામમાં શેરી નંબર 4 માં બાબુભાઈ ઈબ્રાહીમભાઇ મીર (ઉ.વ. 69 )નામના વૃધ્ધ રાત્રીના અહીં પહેલા માળેથી નીચે પટકાયા હતા તેમને માથાનાભાગે ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બનાવના પગલે સ્થાનિક પોલીસે અહીં પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.


વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, વૃદ્ધ પોરબંદરના વતની છે અને તેઓ લગ્ન પ્રસંગમાં શરણાઈ વગાડવા માટે જતા હતા તે રાજકોટમાં લગ્ન પ્રસંગમાં શરણાઇ વગાડવા માટે આવ્યા હતા. જેથી તેઓ છેલ્લા પાંચેક દિવસથી અહીં નવાગામમાં સંબંધીના ઘરે રોકાયા હતા. રાત્રીના લઘુશંકા કરવા માટે જતા સમયે સંતુલન ગુમાવતા તેઓ નીચે પટકાયા હતા જેમાં તેમનું મોત થયું છે. વૃદ્ધ ત્રણ ભાઈના પરિવારમાં વચેટ હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application