જામનગર : નાઘેડી ગામ પાસે કારે એકટીવાને ઠોકર મારતા વૃઘ્ધનું કરૂણ મૃત્યુ
જામનગર : નાઘેડી ગામ પાસે કારે એકટીવાને ઠોકર મારતા વૃઘ્ધનું કરૂણ મૃત્યુ
January 06, 2026 01:30 PM
નાઘેડી ગામના પાટીયા પાસે પુરઝડપે આવી રહેલી કારના ચાલકે એકટીવાને હડફેટે લેતા વૃઘ્ધનું ગંભીર ઇજા સબબ સારવારમા મૃત્યુ નિપજ્યું છે. આ બનાવ અંગે કારચાલક સામે પંચ-બીમાં ફરીયાદ કરવામાં આવી છે.
જામનગરમાં રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા સુરેશભાઇ સોમૈયા (ઉ.વ.૬૫) ગઈકાલે પોતાનું જી.જે-૧૦ડીજી-૦૭૭૧ નંબરનું એકટીવા સ્કૂટર લઈને નાઘેડી ગામ ગ્રીન વિલામાં પોતાના ઘેર જતા હોય તે દરમ્યાન નાઘેડી પાટીયા પાસે પહોંચતા જીજે૧૦ડીએ-૫૯૬૨ નંબરની કારના ચાલકે પોતાની કાર પુર ઝડપે બે ફિકરાઈથી અને ગફલતભરી રીતે તેમજ માનવ જીંદગી જોખમાય તે રીતે ચલાવી એકટીવાને હડફેટે લઈ પછાડી દેતાં સુરેશભાઈને શરીરે તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચી હોવાથી સારવારમાં લાવતા ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકની પુત્રી દિશાબેન સુરેશભાઈ સોમૈયા એ કારના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટના સ્થળે અને જી.જી. હોસ્પિટલમાં દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને આ અકસ્માતના બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.