BREAKING NEWS

વીંછિયામાં અકસ્માત બાદ વૃદ્ધ રોડ પર પટકાયા, પૂરપાટ ઝડપે ધસી આવેલી બોલેરો માથે ફરી વળતા મોત

  • December 05, 2025 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વીંછિયાના કંધેવાળીયા ગામના વૃદ્ધને મોઢુકા રોડ પર અકસ્માત થતા નીચે પડી જતા પાછળથી પૂરપાટ ઝડપે ધસી આવેલી બોલેરોએ વૃદ્ધને કચડી નાંખતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. વૃદ્ધના પૌત્રની તબીયત ખરાબ હોય જેથી વૃધ્ધ હોસ્પિટલ ગયા બાદ પરત ફરતા હતા દરમિયાન આ ઘટના બની હતી. બનાવ અંગે વૃધ્ધના પુત્રની ફરિયાદ પરથી પોલીસે બોલેરો ચાલક સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.


અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, વીંછિયા-મોઢુકા રોડ પર ડેરી પાસે વશરામભાઇ ટપુભાઇ બાંભણીયા(રહે. કંધેવાળિયા તા. વિંછીયા)ને રાત્રીના કોઇ વાહન સાથે અસ્માત થતા તેઓ રોડ પર પટકાયા હતાં. દરમિયાન પાછળથી બોલેરો નં.જીજે ૧૪ એડબલ્યુ ૨૮૩૬ના ચાલકે પૂરપાટ ઝડપે ધસી આવી વૃધ્ધને કચડી નાંખતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બનવાને પગલે વૃધ્ધનો પરિવાર તથા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી વૃધ્ધના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડયો હતો.


વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, વૃધ્ધના પુત્ર રાજુભાઇ બાંભણીયાએ આ અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને સંતાનમાં બે દીકરા જયરાજ અને યુવરાજ જયારે એક દીકરી રિંકલ છે. ગઈ તા.૩/૧૨/૨૦૨૫ ના રોજ સાંજના સાતેક વાગ્યે મારા દીકરા યુવરાજને ઉલટી થતા તે તેને લઈને વિંછીયા ખાતે આવેલા ખાનગી હોસ્પિટલે ગયો હતો. બાદમાં તેના પિતા વશરામભાઈ મોટર સાયકલ લઈને હોસ્પિટલે આવેલ હતા. દીકરાની સારવાર ચાલુ હોય પિતા થોડીવાર હોસ્પિટલ ખાતે રોકાયેલ હતા અને બાદ આશરે નવ વાગ્યે મારા તેઓ તેમનુ મોટર સાયકલ લઈને નિકળી ગયેલ હતા. 


બાદ આશરે સવા નવ વાગ્યે મારા પિતાના મોબાઈલમાથી યુવાનને કોઈ અજાણ્યા શખસે ફોન કરી કહેલ કે, આ મોબાઈલ કોનો છે? જેથી યુવાને કહ્યું હતું કે, આ મોબાઈલ મારા પીતાજીનો છે જેથી તેમણે કહેલ કે આ મોબાઈલ મારા પિતાનો છે. જેથી અજાણ્યા શખ્સે જણાવેલ કે, તમાર પિતાનું એકસીડન્ટ થયેલ છે, તમે ઝડપથી વિંછીયા-મોઢુકા રોડ દુધની ડેરીએ આવો.બાદમાં અહીં પહોંચી વશરામભાઇએ બેભાન હાલતમાં ૧૦૮ મારફત વિંછીયા સરકારી દવાખાને લઈ જતાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. જેથી ખેડૂત યુવાને ફરિયાદ નોંધાવતા વિંછીયા પોલીસે ગુનો નોંધી અકસ્માત સર્જનાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application