BREAKING NEWS

જૂનાગઢ ઝાંઝરડા ચોકડી નજીક દૂધ ટેન્કર હડફેટે વૃદ્ધનું મોત

  • August 04, 2026 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢમાં મધુરમમાં રહેતા ભાણજીભાઈ ઓધવજીભાઈ પીઠડીયા (ઉ. વ.૬૭) ગઈકાલે સ્કૂટર લઈ ઝાંઝરડા ચોકડી થી મધુરમ તરફ જઈ રહ્યા હતા. ચોકડી પાસે ટેન્કર ચાલકે સ્કૂટરને ઠોકરે ચડાવતા ભાણજીભાઈ પડી ગયા હતા અને બાદમાં ટેન્કરનો જોટો તેના પર ફરી વળ્યો હતો. અને સ્થળ પર જ તેનું મોત થયું હતું. તાલુકા પોલીસે ટેન્કર ચાલક વિદ્ધ ગુનો નોંધી ઝડપી લીધો હતો. ઝાંઝરડા ચોકડી થી મધુરમ તરફના રસ્તા પર અવારનવાર અકસ્માત થઈ રહ્યા છે. જેથી સ્પીડ બ્રેકર કે પ્રેશર પોઇન્ટ રાખવામાં આવે તેવી માંગ ઉઠી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application