રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા ભાજપ શાસિત રાજકોટ માર્કેટ યાર્ડના વર્તમાન ચેરમેન જયેશ બોઘરાની ટર્મ આવતા મહિને પૂર્ણ થવા જઇ રહી છે ત્યારે ચેરમેનની આગામી અઢી વર્ષની ટર્મ માટે પક્ષમાંથી કોઇ નવા નામનો મેન્ડેટ આવશે કે પછી જયેશ રાદડિયાના નિકટત્તમ જયેશ બોઘરાને રિપિટ કરાશે ? તેના ઉપર સૌની મીટ મંડાઇ છે, યાર્ડમાં આવતા મહિને ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાનાર હોય દાવેદારોમાં આંતરિક સળવળાટ શ થતાં સહકારી ક્ષેત્રમાં હાલથી જ રાજકીય ગરમાવો આવી ગયો છે. વર્તમાન ચેરમેન જયેશ બોઘરાએ યાર્ડમાં અનેક વિકાસકામો કરી બતાવ્યા હોય તેમને રિપિટ કરાશે તેવું પણ એક વર્ગ માની રહ્યો છે.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ વર્તમાન ચેરમેન જયેશ બોઘરા અને વાઇસ ચેરમેન વસતં ગઢિયાએ ગત તા.૨–૧૨–૨૦૨૧ના રોજ પદગ્રહણ કયુ હતું આથી બન્નેની અઢી વર્ષની ટર્મ જૂન મહિનાના પહેલા સાહમાં પૂર્ણ થવા જઇ રહી છે ત્યારે ટૂંક સમયમાં નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે. યાર્ડના ૧૬ ડિરેકટર્સમાંથી હાલ જાહેરમાં તો કોઇ મગનું નામ મરી પાડતું નથી પરંતુ અમુકને ચેરમેનપદ તો અમુકને વાઇસ ચેરમેન પદમાં ઉંડો રસ હોય હાલથી જ લોબિંગ શ કયુ છે પરંતુ ટોચના નેતાઓ હજુ અન્ય રાયોમાં પ્રચારમાં તેમજ અમુક નેતાઓ ચૂંટણીનો થાક ઉતારવા પ્રવાસે ગયા હોય હજુ પક્ષ લેવલે આ વિષય હાથ ઉપર લેવાયો નથી. લોકસભા ચૂંટણીના પરિણામો તા.૪ જુનના જાહેર થશે અને તા.૬ જુનના રોજ સત્તાવાર રીતે આચારસંહિતા પૂર્ણ થયા બાદ તુરતં જ બોર્ડ મિટિંગ યોજી નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજવા કાર્યવાહી હાથ ધરાશે.
મહત્વપૂર્ણ છે કે ડિસેમ્બર–૨૦૨૧માં યાર્ડની ચૂંટણી યોજાઇ ત્યારે પ્રદેશમાંથી ઉમેદવારોના નામોની પેનલનો મેન્ડેટ આવ્યો હતો જે રાજકોટ જિલ્લા સહકારી બેંકના મધ્યસ્થ કાર્યાલય ખાતે વાંચી સંભળાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તુરતં પ્રેસ કોન્ફરન્સ યોજી તેમાં નામોની જાહેરાત કરાઇ હતી. તત્કાલિન સમયે બબ્બે, ત્રણ–ત્રણ કે ચાર–ચાર ટર્મથી સતત ચૂંટાતા હોય તેવા ડિરેકટર્સના સ્થાને નવા અને યુવા ચહેરાઓને સ્થાને આપીને નો–રિપિટ થિયરી અમલી કરાઇ હતી, અપવાદપે જુના બોર્ડમાંથી એક માત્ર જિલ્લા ભાજપના સિનિયર નેતા પરસોતમ સાવલિયાને પ્રદેશ ભાજપએ રિપિટ કર્યા હતા. ચૂંટણી પરિણામો બાદ ચેરમેન અને વાઇસ ચેરમેનના નામનો મેન્ડેટ આવ્યો હતો. હવે આગામી ટર્મના ચેરમેન અને વાઇસ ચેરમેનના નામનો પણ મેન્ડેટ આવશે, જયેશ બોઘરા રિપિટ થશે કે કોઇ નવા ચહેરાને તક અપાશે ? તે બાબત યાર્ડના વર્તુળોમાં ગરમાગરમ ચર્ચાનો વિષય બની છે
૧૬ ડિરેકટર્સમાંથી નવા ચેરમેન અને વાઇસ ચેરમેન કોણ
ખેડૂત વિભાગ
જયેશ બોઘરા
વસતં ગઢીયા
જયંતિ ફાચરા
હંસરાજ લીંબાસીયા
જયેશ પીપળીયા
વિજય કોરાટ
ભરત ખૂંટ
જિતેન્દ્ર સખીયા
હિતેષ મેતા
હઠીસિંહ જાડેજા
વેપારી વિભાગ
રજનીશ રવેશિયા
દિલીપ પનારા
સંદીપ લાખાણી
અતુલ કમાણી
સહકારી મંડળી વિભાગ
પરસોતમ સાવલિયા
કેશુભાઇ નંદાણીય
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહિરલબા જાડેજા સ્વસ્થ થતા પોલીસે ફરી હાથ ધરી પૂછપરછ
May 02, 2025 02:24 PM‘સાહેબ , અમે ઢેલનો મૃતદેહ શાક કરવા માટે લઈ જતા હતા!’
May 02, 2025 02:24 PMમજીવાણાનો યુવાન રાષ્ટ્રીયકક્ષાની બેડમીન્ટન સ્પર્ધામાં દાખવશે કૌવત
May 02, 2025 02:22 PMપોરબંદરમાં રોડમાં અડચણપ એવા ખાનગી નાના દેવસ્થાનનું મનપાએ કર્યુ ડિમોલીશન
May 02, 2025 02:20 PMપોરબંદરમાં રાજ્યકક્ષાની જુડો સ્પર્ધામાં ૧૫૦૦થી વધુ ખેલાડીઓએ લીધો ભાગ
May 02, 2025 02:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech