આવતીકાલે યોજાનાર ઉપલેટા માર્કેટીંગ યાર્ડના હોદેદારોની ચૂંટણી પૂર્વે ગઈકાલે પ્રદેશ ભાજપના નિરીક્ષકો દ્વારા યાર્ડના સભાખંડમાં સેન્સની પ્રક્રિયા હા ધરવામાં આવી હતી.
શનિવારે સવારે ૧૦ વાગ્યે યાર્ડના સભાખંડમાં યાર્ડની આગામી અઢી વર્ષ માટે ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાવાની હોય તે માટે પ્રદેશ ભાજપ દ્વારા ડિરેક્ટરો મત જાણવા માટે સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી હતી.
પ્રદેશ ભાજપના વસુબેન ત્રિવેદી, હિરેનભાઈ હિરપરા અને હસમુખભાઈ હિંડોચા દ્વારા યોજવામાં આવેલ સેન્સ પ્રક્રિયામાં યાર્ડના ૧૫ સભ્યોએ પોતાની સેન્સ આપી હતી જેમાં પ્રમ પ્રમુખ પદ માટે હરિભાઈ ઠુમર, દલતભાઈ માકડિયા અને પરેશભાઈ ઉચદડીયાએ દાવેદારી નોંધાવી હતી. જ્યારે વાઈસ ચેરમેન માટે વિનુભાઈ ઘેટીયા, રમેશભાઈ વામરોટીયા અને બાબુભાઈ હુંબલે માગણી કરી હતી. આ સેન્સ પ્રક્રિયા સમૂહમાં લેવાને બદલે વન બાય વન લેવામાં આવી હતી.
પ્રદેશ ભાજપ દ્વારા ગઈકાલે સાંજ સુધીમાં સેન્સની પ્રક્રિયા પૂરી કરી સંભવિત આજે બપોર સુધીમાં પ્રદેશ ભાજપને પોતાનો રિપોર્ટ રજૂ કરશે ત્યારબાદ પ્રદેશ ભાજપ દ્વારા આવતીકાલે સવારે નિરીક્ષક મારફત યાર્ડના ચેરમેન અને વાઈસ ચેરમેનના નામનો મેન્ડેડ બંધ કવરમાં મોકલવામાં આવશે તે તમામ સભ્યોની હાજરીમાં ખોલવામાં આમ આવતી કાલે યોજાનાર યાર્ડના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીમાં એક કરતા વધુ દાવેદારી તા ભારે રસપ્રદ બનવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મોમાઈનગરમાં મકાનોને નોટિસ પાઠવવામાં આવતા મનપામાં રજુઆત
May 03, 2025 06:40 PMલાખોટા તળાવ ખાતે ઘણા લાંબા સમયથી બંધ રહેલ માછલીઘર મુલાકાતીઓ માટે ફરીથી ખુલ્લું મુકાયું
May 03, 2025 05:42 PMજામનગર : પોલીસ હેડક્વાર્ટરમા જુના વાહનોની જાહેર હરાજી
May 03, 2025 05:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech