ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓમાં ચૂંટણીના આયોજનને લઈને રાજ્ય સરકાર અને ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ, મે મહિનાના પ્રથમ પખવાડિયામાં રાજ્યની તમામ કોર્પોરેશનની ચૂંટણી યોજાઈ શકે છે. આ ચૂંટણી પૂર્વે વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે માર્ચ મહિનામાં ચૂંટાયેલી પાંખની મુદત પૂરી થતા વહીવટદારોની નિમણૂક કરવામાં આવશે.
મહાનગરપાલિકામાં વહીવટદાર શાસન
રાજ્યની મુખ્ય ૬ મહાનગરપાલિકાઓમાં હાલના પદાધિકારીઓની ટર્મ પૂર્ણ થવાની હોવાથી ત્યાં વહીવટદારોની નિમણૂક કરવામાં આવશે:
સમયગાળો: ૧૦ થી ૧૨ માર્ચ બાદ આ કોર્પોરેશનમાં વહીવટદાર શાસન અમલી બનશે.
મુદત: આ શાસન અંદાજે ૧.૫ થી ૨ મહિના સુધી રહેશે, જ્યાં સુધી નવી ચૂંટાયેલી બોડી કાર્યભાર ન સંભાળે.
નવી મનપા: જે નવી મહાનગરપાલિકાઓ જાહેર કરવામાં આવી છે, ત્યાં ઓલરેડી વહીવટદારો કાર્યરત છે.
ચૂંટણી પંચની સજ્જતા
ચૂંટણી પંચ દ્વારા માર્ચના અંત સુધીમાં નવી મતદાર યાદી તૈયાર કરી દેવામાં આવશે. એપ્રિલ મહિનામાં આચારસંહિતા લાગુ થઈ શકે છે, જેને પગલે નવા વિકાસકામોની જાહેરાત પર બ્રેક લાગશે. ૬ જૂની અને અન્ય નવી બનેલી મહાનગરપાલિકાઓમાં એકસાથે ચૂંટણી યોજાય તેવું આયોજન હાલ વિચારાઈ રહ્યું છે.