જામનગર : મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૬;ભારતના ચૂંટણી પંચ દ્વારા સમયપત્રકમાં સુધારો કરાયો
જામનગર : મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૬;ભારતના ચૂંટણી પંચ દ્વારા સમયપત્રકમાં સુધારો કરાયો
December 12, 2025 06:33 PM
જામનગર તા.૧૨ ડિસેમ્બર, ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ માટેનું સમયપત્રક સુધારવામાં આવ્યું છે. અગાઉ તા.૨૭/૧૦/૨૦૨૫ના પત્રથી જાહેર કરાયેલ કાર્યક્રમમાં ECI દ્વારા તા.૧૧/૧૨/૨૦૨૫ના રોજ સુધારો કરવામાં આવ્યો છે,જે મુજબ ગણતરી ફોર્મનો સુધારેલ સમયગાળો હવે તા.૧૪/૧૨/૨૦૨૫ (રવિવાર) સુધીનો રહેશે.
જ્યારે, ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધિનો સુધારેલ સમયગાળો તા.૧૯/૧૨/૨૦૨૫ (શુક્રવાર) ના રોજ રાખવામાં આવ્યો છે. અગાઉના સુધારા પ્રમાણે ગણતરી ફોર્મનો સમયગાળો તા.૧૧/૧૨/૨૦૨૫ હતો અને ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધિની તારીખ ૧૬/૧૨/૨૦૨૫ હતી. કોઈ પણ લાયક મતદાર બાકી ન રહે તે માટે ગણતરી ફોર્મ તા.૧૪/૧૨/૨૦૨૫ સુધી ભરીને પોતાના ભાગના બૂથ લેવલ ઓફિસરને આપી શકશે.
નવા મતદારો ફોર્મ નં. ૬ સાથે ઘોષણાપત્ર (Declaration Form) ભરીને બૂથ લેવલ ઓફિસરશ્રીઓને પ્રત્યક્ષ આપી શકે છે અથવા તેઓ ભારતના ચૂંટણી પંચની વેબસાઈટ https://voters.eci.gov.in/ પર અથવા ECINTP એપનો ઉપયોગ કરીને ફોર્મ અને ઘોષણાપત્ર ઓનલાઈન પણ ભરી શકશે.તેમ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવાયું છે.