દિલ્હીથી ટેક-ઓફ પછી ઈન્ડિગોના વિમાનના એન્જિનમાં ખામી સર્જાઈ હતી. હવામાં એન્જિનમાં ખામીને કારણે ગોવા એરપોર્ટ પર 'ફૂલ ઈમરજન્સી' જાહેર કરવામાં આવી હતી. આ પછી, ઇન્ડિગોની ગોવા-દિલ્હી વિમાનનું ગોવા એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. વિમાનમાં 229 મુસાફરો સવાર હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇન્ડિગોની ફ્લાઇટ 6ઈ 2102 આજે સવારે ગોવાથી દિલ્હી માટે ઉડાન ભરી હતી, પરંતુ થોડા સમય પછી, વિમાનના એક એન્જિનમાં ખામી સર્જાઈ હતી. આ પછી, વિમાને ગોવાના મોપા એરપોર્ટ પર કટોકટી ઉતરાણ કર્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, દિલ્હી જઈ રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ ટેક-ઓફ કર્યા પછી ગોવા પાછી આવી હતૂ. એન્જિનમાં ખામી સર્જાતા કટોકટી ઉતરાણ કરવું પડ્યું હતું.
એક નિવેદનમાં, ઇન્ડિગોએ જણાવ્યું હતું કે, આજે ઉત્તર ગોવાથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6ઈ 2102માં ટેકઓફ થયા પછી તુરંત જ ટેકનિકલ ખામી સર્જાઈ હતી. સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી)ને અનુસરીને, સંબંધિત અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને પાઇલટ્સે વિમાનને પાછું ફેરવ્યું હતું અને મનોહર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું હતું.
વધુમાં જણાવ્યું હતું કે, વિમાન હાલમાં જાળવણી તપાસ હેઠળ છે અને બધી જરૂરી મંજૂરીઓ પ્રાપ્ત થયા પછી ફ્લાઇટ્સ ફરી શરૂ કરશે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, અમારા ગ્રાહકોને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ અને તેને ઘટાડવા માટે તમામ પ્રયાસો કર્યા છે, જેમાં નાસ્તો અને સમયાંતરે અપડેટ્સ આપવાનો સમાવેશ થાય છે. અમે અમારા ગ્રાહકોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરી છે. ઇન્ડિગોમાં, અમારા ગ્રાહકો, ક્રૂ અને વિમાનની સલામતી અમારી ટોચની પ્રાથમિકતા છે.