BREAKING NEWS

રાજકોટમાં પિતાની હત્યાનો ખાર રાખી પુત્રો સહિતનાનો મહિલાઓ ઉપર તલવાર, ધારિયાથી હુમલો

  • September 01, 2026 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના ઢેબર રોડ પીડીએમ ફાટક સામે નારાયણનગરમાં અગાઉ હત્યાના બનાવનો ખાર રાખી પાંચ શખસોએ તલવાર, ધારિયું અને પાઇપ વડે મહિલાઓ ઉપર હુમલો કરતા ત્રણ મહિલાઓને ઇજા થતા સારવારમાં ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે ભક્તિનગર પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.


બનાવની પ્રાપ્ત વિગત મુજબ ઢેબર રોડ પર પીડીએમ ફાટક પાસે નારાયણ નગર શેરી નં-10માં રહેતા મંજુબેન ભીમાભાઇ સોલંકી (ઉ.વ.43)ના ગઈકાલે સાંજે ઘર અસે પરિવાર અને પાડોશીઓ સાથે ઘર પાસે બેઠા હતા ત્યારે શેરીમાં નાના છોકરાઓ ભૂંડા બોલતા હોય જેને ભૂંડા ન બોલવાનું કહી ઠપકો આપતા ત્યાંથી જતા રહ્યા હતા બાદમાં લતામાં રહેતા અર્જુન સુરેશભાઈ સોલંકી તેનો ભાઈ વિકી, ધ્રુવ પ્રવીણભાઈ સોલંકી, ભાદા દુલા સોલંકી, મુકેશ ભાદાભાઈ સોલંકી બધા હાથમાં હથિયારો સાથે આવ્યા હતા અને બેફામ ગાળો ભાંડી હુમલો કરતા મંજુબેનને હાથમાં તલવાર લાગી ગઈ હતી. જયારે મમતાબેનને માથામાં ધાર્યું લાગતા લોહી લુહાણ થયા હતા. તેમજ દીકરી કોમલ અને બહેનની દીકરી પ્રદીક્ષા (ઉ.વ.11)ને પણ ઢીકાપાટુનો મારમારતા માણસો દેકારો થવાથી માણસો ભેગા થઇ ગયા હતા અને બધા ત્યાંથી ભાગી ગયા હતા. તાકીદે 108ને જાણ કરતા મંજુબેન, મમતાબેન, દીકરી કોમલ અને પ્રદીક્ષાને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા જયારે મંજુબેનને સિવિલમાંથી મધુરમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે મંજુબેનની ફરિયાદના આધારે પોલીસે અર્જુન સુરેશભાઈ સોલંકી તેનો ભાઈ વિકી, ધ્રુવ પ્રવીણભાઈ સોલંકી, ભાદા દુલા સોલંકી, મુકેશ ભાદાભાઈ સોલંકી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં અગાઉ સુરેશ ભાદાભાઈ સોલંકી અને મંજુબેનના પતિ સહિતના સાથે ઝગડો થયો હતો જેમાં સુરેશભાઈનું ખૂન થઇ ગયું હતું જે વાતનો ખાર રાખી પુત્રો સહિતનાએ હુમલો કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application