રાજકોટ મહાપાલિકામાં કાલે મળનાર સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં ન્યૂ રિંગ રોડ અને જામનગર રોડ કોર્નર ઉપર ઘંટેશ્વર પાસે ૩.૭૧ કરોડના ખર્ચે પ્રવેશદ્વાર બનાવવા દરખાસ્ત રજૂ કરાઇ છે. સામાન્ય જિલ્લા, તાલુકા કે ગ્રામ્ય વિસ્તારમાં હોય તેવું નહીં પરંતુ સ્માર્ટ સિટી એરિયાને શોભે તેવું એન્ટ્રી પોઇન્ટ બ્યુટિફિકેશન પ્રકારનું અભિનવ પ્રવેશદ્વાર બનાવાશે.
વિશેષમાં દરખાસ્તમાં જણાવ્યા મુજબ ઉપરોક્ત કામ માટે કુલ ત્રણ ટેન્ડર આવ્યા હતા જેમાં ઇનોવેટિવ એન્ટ્રપ્રાઈઝનું ટેન્ડર ૪.૯૯ ટકા ઓન સાથે લોએસ્ટ વન હોય તેને કામ આપવા દરખાસ્ત રજૂ કરાઇ છે, ૩.૭૧ કરોડના ખર્ચે ઘંટેશ્વર કોર્નર ઉપર મોહનસિંહ જાડેજા ચોકમાં
અશોક ચક્ર સાથેનો પિલર મુકાશે તેમજ રોડની બન્ને બાજુ મિની ગાર્ડન, સેન્ટ્રલ લાઈટિંગ તેમજ અન્ય ડેકોરેશન કરાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application