BREAKING NEWS

ખંભાળીયા : શિયાળાની કાતિલ ઠંડીમાં ખંભાળિયા પંથકમાં વકરતો રોગચાળો

  • January 08, 2026 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ખંભાળિયાની સરકારી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી વાયરલ રોગોના દર્દીઓની સંખ્યામાં ઉતરોતર વધારો થતો જોવા મળે છે. અહીં સવારથી મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર અર્થે આવે છે.


ખંભાળિયા શહેર જિલ્લાનું મુખ્ય મથક હોય, અહીં આવેલી સરકારી જનરલ હોસ્પિટલમાં હાલ શીત ઋતુના કારણે તાવ, શરદી, ઉધરસ જેવા વાયરલ રોગના નિદાન તથા સારવાર માટે મોટી સંખ્યામાં દર્દીઓ આવે છે. ફક્ત ખંભાળિયા તાલુકાના જ નહીં, પરંતુ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી દરરોજ આશરે ૮૦૦ થી ૧૦૦૦ જેટલા દર્દીઓની ઓપીડી રહેતી હોવાનું જાણવા મળેલ છે.
​​​​​​​

અહીંની ખાનગી હોસ્પિટલોમાં પણ મોટી સંખ્યામાં દર્દીઓની ભીડ રહે છે. વર્તમાન પરિસ્થિતિમાં ખાસ કરીને બાળકો તેમજ બુઝુર્ગોને ઠંડીથી રક્ષણ મળે તેવા ગરમ વસ્ત્રો પહેરવા તેમજ ઋતુને અનુરૂપ ખોરાક લઈ, સાવચેતી કેળવવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application