જામકંડોરણા તાબેના મોટી ડેલી ગામના ખેડૂતની ધોરાજી પંથકમાં આવેલ ભૂતવડની સીમમાં ખેતીની જમીનમાં પ્રવેશ કરી ધોરાજીના જમીન મકાનના ધંધાર્થી એસ્ટેટ બ્રોકરે આ જમીન મે વેંચાણે રાખેલ છે, હવે અહીં આવીશ તો સારા વાટ નહીં રહે કહીં ખેડૂતને જાનથી મારી નાખવાની ધમકી આપતાં ધોરાજી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.
પોલીસ સુત્રો માંથી મળતી વિગતો મુજબ જામકંડોરણાના મોટીડેલીના ખેડૂત સુનિલભાઈ રાજમનીભાઇ ઉ.વ.૪૩ એ ધોરાજી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે જમીન લે વેચ નો ધંધો કરતા એસ્ટેટ બ્રોકર જમન વેલજી રિબડીયા ઉ. વર્ષ ૫૩ રહે. હિરપરા વાડી, ધોરાજી વાળા સામે ફરિયાદ નોંધાવી હતી
ફરિયાદી સુનિલભાઈએ જણાવ્યા મુજબ તેઓ ની ખેતીની જમીન
ધોરાજી-૬ ગામે તેઓના સંયુક્ત નામે ખેતીની જમીન સર્વે નં.૮૦૧/૧૧૫૩૯ અને સર્વે નં. ૮૦૧/૧૧૫૪૦ ની મળી કુલ હે.આરે. ૩-૦૬-૫૫ જમીન આવેલ છે. આ જમીનના વિભાજન માટે આરોપી જમન રીબડીયા એસ્ટેટ બ્રોકર તેઓને એક વકીલ પાસે લઈ ગયેલ અને ભાગનું સોગંદનામુ કરી આપવા જણાવેલ હતું.
ત્યારબાદ સોગંદનામું તૈયાર થઈ જતા ક્ષેત્રફળમાં ફેરફેર હોવાના કારણે ફરીયાદીએ ના પાડેલ કે આ મુજબ નથી કરવું. બાદમાં ફરીયાદીનાં માતા શારદાદેવી બાલધાના સંયુક્ત ખાતામાં તેમની હયાતીમા વારસદાર તરીકે હકકપત્રકે નોંધ દાખલ થયેલ છે,જે જમીન પર તેઓ આટો મારવા ગયેલ હોય ત્યારે આરોપી જમન રીબડીયા આવીને જમીનમા ગેરકાયદેસર રીતે આવતા હોય જેથી આ બાબતે પુછતા કહેલ કે, આ જમીન મે વેંચાણે રાખેલ છે, તારે જયાં જવુ હોય ત્યાં જા તેમ કહી જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી કહેલ કે, હવે તુ આ જમીનમા આવીશ તો સારા વાટ નહીં રહે તેમ કહી ધમકી આપેલ હતી.
બનાવ અંગે જામકંડોરણાના ખેડૂત સુનિલભાઈની ફરીયાદ પરથી ધોરાજી તાલુકા પોલીસે જમીન દલાલ જમન રીબડીયા સામે ગુનો દાખલ કરી વધુ તપાસ એએસઆઈ જયેશભાઈ ચલાવી રહ્યા છે.