બેંગલુરુ ભલે તેના ભયાનક ટ્રાફિક માટે પ્રખ્યાત હોય, પરંતુ શહેરનું આકર્ષણ એવું છે કે ટેક જગતના લોકો પણ અહીં રહેવા માંગે છે. આ બધું હોવા છતાં, એક માણસ શહેરમાં ઘર ખરીદવા માંગતો નથી. તે માને છે કે આનો કોઈ અર્થ નથી. તેણે રેડિટ પોસ્ટમાં આખી સ્ટોરી શેર કરી છે.
તેણે શેર કરેલી સ્ટોરીમાં જણાવ્યું છે કે, મારી ઉંમર ૩૨ વર્ષ છે. મારી પાસે લગભગ ૭ કરોડ રૂપિયા છે. મારા હાથમાં દર મહિને લગભગ ૩.૭ લાખ રૂપિયા આવે છે. હું જયનગરમાં ૩બીએચકે ફ્લેટમાં રહું છું અને ફક્ત ૩૫ હજાર ભાડું ચૂકવું છું. આજે એ જ પ્લોટની કિંમત લગભગ ૮ કરોડ રૂપિયા છે. એ વાતને ધ્યાનમાં રાખીએ તો ભાડામાંથી મળતી આવક મજાક છે. આ કિંમતે ખરીદી કરવાથી કોઈ આર્થિક ફાયદો થતો નથી.
વધુમાં કહે છે કે, હા, હું બેંગ્લોર બહારના વિસ્તારમાં સરળતાથી ૨ થી ૩ કરોડનું ઘર ખરીદી શકું છું. પણ પ્રામાણિકપણે કહું તો, હું મારું જીવન વ્હાઇટફિલ્ડ, સરજાપુર, વર્થુર વગેરે જેવા ભીડભાડવાળા, ધૂળવાળા, નબળા વિકાસ થયેલા વિસ્તારોમાં વિતાવવા માંગતો નથી. લોકો મને પૂછે છે, જો તમને જયનગર ખૂબ ગમે છે તો અહીંથી જ કેમ ખરીદી ન કરો? જેનો જવાબ સરળ કે, આઠ કરોડની કિંમત સીધી રીતે વધારે છે અને મારી નેટવર્થ માટે ખૂબ મોટી શરત પણ છે. હું મારા લગભગ બધા પૈસા એક જ સંપત્તિમાં બંધ કરવા માંગતો નથી અને પ્રાર્થના કરું છું કે કિંમતો હંમેશા વધતી રહે. મારા મગજમાં ખરેખર આ વાત ખૂંચ્યા કરે છે. સમાન પૈસાથી, યુરોપિયન યુનિયન દેશમાં, હું લાંબા ગાળાના રહેઠાણ તરફ આગળ વધી શકું છું અને સ્વસ્થ માળખા સાથે વધુ સારી રીતે આયોજિત મિલકત પણ ધરાવી શકું છું.
તેઓ માને છે કે આ શહેરમાં ઘરની કિંમતો રૂ.8 કરોડ જેટલી ઊંચી છે, પરંતુ ભાડાની આવક ઓછી છે. તેઓ એમ પણ માને છે કે શહેરનું આયોજન ખરાબ રીતે કરવામાં આવ્યું છે. તે પોતે જયનગરમાં રહે છે અને રૂ.35,000 ભાડું ચૂકવે છે. તે અહીં ઘર ખરીદવા પણ માંગતો નથી, કારણ કે આ વિસ્તારમાં રહેઠાણ ખૂબ જ મોંઘુ છે. તે કહે છે કે જો હું ઘર ખરીદવા માંગુ છું, તો પણ હું મારી બધી સંપત્તિ રૂ.8 કરોડના એક ઘરમાં રોકી શકતો નથી. જ્યારે, રૂ.2 થી 3 કરોડનું ઘર એવી જગ્યાએ હશે જે રહેવા યોગ્ય નહીં હોય. તે ધૂળવાળું અને ભીડવાળું હશે, જેમ કે વ્હાઇટફિલ્ડ, સરજાપુર અથવા વર્થુર.