ભારત પર લાગુ કરવામાં આવેલા ટેરિફ અંગે ટ્રમ્પનું વલણ હવે નરમ પડી રહ્યું છે. તેમણે ભારત પર ટેરિફ ઘટાડવાનો સંકેત આપ્યો છે. તાજેતરમાં, જ્યારે ટ્રમ્પને ભારત સાથેના વેપાર સોદા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેઓ તેને ઘટાડી શકે છે.ટ્રમ્પે દાવો કર્યો છે કે રશિયાથી તેલની આયાતને કારણે ભારત પર ઊંચા ટેરિફ લાદવામાં આવ્યા હતા, પરંતુ હવે ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દીધું છે, તો અમેરિકા ટેરિફ ઘટાડવાનું વિચારી શકે છે.
ટ્રમ્પ કહે છે કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ખાતરી આપી છે. જોકે, ભારતે ટ્રમ્પ સાથે ફોન પર થયેલી વાતચીતના તમામ દાવાઓને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે બંને નેતાઓ વચ્ચે કોઈ વાતચીત થઈ નથી.એટલું જ નહી, રશિયા પાસેથી તેલ ન ખરીદવા મુદે પણ ભારતે કોઈ ચોખવટ નથી કરી.
ટ્રમ્પએ કયું હતું કે અમે ભારત સાથે સોદો કરવા જઈ રહ્યા છીએ. આ સોદો ભૂતકાળ કરતાં ઘણો અલગ હશે. અત્યારે, ભારતના લોકો મને પસંદ નથી કરતા, પરંતુ સમય જતાં, તેઓ મને ફરીથી પ્રેમ કરશે. અમે એક વાજબી સોદો કરીશું. અમે તેની ખૂબ નજીક છીએ.
નોંધનીય છે કે ટ્રમ્પે ઓગસ્ટમાં ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો હતો, જેમાં રશિયા પાસેથી તેલની ખરીદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે આ પગલાથી રશિયા-યુક્રેન યુદ્ધને રોકવામાં મદદ મળશે. જોકે, હવે ટ્રમ્પે ભારત પ્રત્યે નરમ વલણ અપનાવવાનું શરૂ કર્યું છે.ભારતમાં નવા અમેરિકી રાજદૂત અને દક્ષિણ એશિયા માટેના ખાસ દૂત સર્જિયો ગોરના શપથ ગ્રહણ સમારોહમાં ટ્રમ્પે ભારતની પ્રશંસા કરી. ટ્રમ્પે કહ્યું કે ભારત વિશ્વની સૌથી જૂની લોકશાહી વ્યવસ્થા છે અને લોકતંત્ર છે.તેમણે ઉમેર્યું હતું કે મોદી સાથે મારા શાનદાર સંબંધ રહ્યા છે