BREAKING NEWS

તાપમાન ઊંચકાયું છતાં બરફીલા પવનના કારણે ઠંડીની તીવ્રતા વધી, નલિયા સિવાય બધે જ ડબલ ડિજિટમાં ઠંડી

  • January 28, 2026 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લઘુતમ તાપમાનના પ્રમાણમાં ગઈકાલની સરખામણીએ આજે અનેક જગ્યાએ વધારો થયો છે. પરંતુ બરફીલા પવનના કારણે ઠંડીની તીવ્રતા બરકરાર રહી છે. આજે ગિરનાર પર્વત ઉપર પણ લઘુતમ તાપમાન ડબલ ફિગરમાં આવી ગયું છે. એકમાત્ર નલિયામાં સાત ડિગ્રી લઘુતમ તાપમાન આજે નોંધાયું છે .તે સિવાય બધે જ ડબલ ડિજિટમાં તાપમાન રહ્યું છે.


જમ્મુ કાશ્મીર લદાખ હિમાચલ પ્રદેશમાં બરફ વર્ષા અને વરસાદ ચાલુ છે અને એ દિશામાંથી પવન ફૂકાતો હોવાથી હજુ ઠંડીના પ્રમાણમાં વધારો થવાની અને લઘુતમ તાપમાન ચારથી પાંચ ડિગ્રી જેટલું નીચે ઉતરી જવાની ચેતવણી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે. આજે ગિરનાર પર્વત ઉપર લઘુતમ તાપમાન 11.2 ડિગ્રી નોંધાયું છે. રાજકોટમાં 10.7, પોરબંદરમાં 11.4, વેરાવળમાં 14.8, અમરેલીમાં 12, ભાવનગરમાં 13.6, ભુજમાં 11, દ્વારકામાં 14.3, ઓખામાં 17.8 અને કંડલામાં 13.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.


શિયાળાની સિઝન હોવા છતાં જમ્મુ કશ્મીર લદાખ મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ રાજસ્થાન અંદામાન અરુણાચલ ઝારખંડ બિહાર ઉત્તરાખંડ પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યો તથા કેન્દ્રશાષિત પ્રદેશોમાં ચોમાસા જેવો વરસાદ પડી રહ્યો છે. તારીખ 30 ના રોજ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉદભવશે અને તેના કારણે હિમ વર્ષા તથા વરસાદની માત્રામાં પણ વધારો થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application