BREAKING NEWS

ગુજરાત સરકાર મોટો નિર્ણય લેવા તરફ... ટાઉન પ્લાનિંગ સ્કીમમાં હવે 'બિનખેતી'ની મંજૂરીમાંથી મળી શકે છે મુક્તિ

  • January 23, 2026 02:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતમાં રિયલ એસ્ટેટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે આવનારા સમયમાં મોટા સુધારા જોવા મળી શકે છે. રાજ્ય સરકાર ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ આવતા વિસ્તારોમાં બિન-ખેતીના  પ્રમાણપત્ર મેળવવાની ફરજિયાત પ્રક્રિયાને નાબૂદ કરવા પર સક્રિયપણે વિચારણા કરી રહી છે. આ અંગે રાજ્ય સરકારે તાજેતરમાં કેન્દ્ર સરકારને પણ જાણ કરી છે કે મહેસૂલી સુધારાના ભાગરૂપે આ પ્રક્રિયા ટૂંક સમયમાં અમલી બની શકે છે.



ગઈકાલે ગાંધીનગરમાં બેઠક યોજાઈ હતી

ગઈકાલે સાંજે સરકાર અને તંત્રના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક આ અંગે બેઠક યોજાઈ હતી. જેમાં સરકાર અને ઉચ્ચ અધિકારીઓ આ નિર્ણયના પક્ષમાં છે. 


હાલના નિયમો મુજબ, કોઈપણ રહેણાંક, વ્યાપારી, મિશ્ર ઉપયોગ અથવા ઔદ્યોગિક પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા મહેસૂલ વિભાગ પાસેથી બિનખેતી પ્રમાણપત્ર મેળવવું અનિવાર્ય છે. ભલે તે જમીન ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ આવતી હોય, છતાં આ મંજૂરી લેવી પડતી હતી. હવે સરકાર આ 'બિનખેતી' મેળવવાની ક્લોઝને સંપૂર્ણપણે હટાવવાની તૈયારીમાં છે. 


ગાંધીનગરમાં ભારત સરકારના અધિકારીઓ અને રાજ્યના સચિવો વચ્ચે મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. તાજેતરમાં કેન્દ્ર સરકારને પણ આ મુદ્દે જાણ કરી છે કે મહેસૂલી સુધારાના ભાગરૂપે આ પ્રક્રિયા ટૂંક સમયમાં અમલી બની શકે છે. હાલના નિયમો મુજબ, કોઈપણ રહેણાંક, વ્યાપારી, મિશ્ર ઉપયોગ અથવા ઔદ્યોગિક પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા મહેસૂલ વિભાગ પાસેથી બિન ખેતી પ્રમાણપત્ર મેળવવું અનિવાર્ય છે. ભલે તે જમીન ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ આવતી હોય, છતાં આ મંજૂરી લેવી પડતી હતી. 


હવે સરકાર આ 'એનએ' મેળવવાની ક્લોઝને સંપૂર્ણપણે હટાવવાની તૈયારીમાં છે. મહત્વની વાત એ છે કે, આ મુક્તિ માત્ર ફાઈનલ થઈ ગયેલી ટીપી સ્કીમ જ નહીં, પરંતુ 'ડ્રાફ્ટ ટીપી' સ્કીમ હેઠળ આવતા વિસ્તારોને પણ લાગુ પડી શકે છે.


ગાંધીનગરમાં ભારત સરકારના અધિકારીઓ અને રાજ્યના સચિવો વચ્ચે મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ નિર્ણય પાછળના સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મહેસૂલી સુધારાનો રોલ-આઉટ ટૂંક સમયમાં કરવામાં આવશે, જેનો સીધો લાભ રાજ્યના લાખો રોકાણકારો અને મકાન ખરીદનારાઓને થશે. ભૂતકાળમાં આનંદીબેન અને વિજયભાઈ રૂપાણીમી સરકારમાં સમાન નિર્ણય અંગે જુદા જુદા ઠરાવ થયેલ છે. પરતું તેની અમલવારી કોઈ પણ કારણોસર થઈ શકી નહોતી.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સુરેન્દ્રનગર જિલ્લામાં બિનખેતીને લઈને તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ દ્વારા લાંચ લઈ 1500 કરોડની જમીન કૌભાંડ બહાર આવ્યું હતું. ઇડીની તપાસમાં બહાર આવ્યું હતું કે, સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં જમીન બિનખેતી કરવા માટે 'મેનૂ કાર્ડ' નક્કી કરવામાં આવ્યું હતું. રાજેન્દ્ર પટેલના શાસનકાળ દરમિયાન જમીન બિનખેતી કરવા માટે પ્રતિ સ્ક્વેર મીટર 10 લેખે લાંચ વસૂલવામાં આવતી હતી. આ માટે આઈઓઆરએ પોર્ટલમાં ખાસ સિસ્ટમ ગોઠવવામાં આવી હતી. તપાસમાં મળેલી 800 જેટલી જમીન સીટોની ચકાસણી દરમિયાન પ્રાથમિક રીતે રૂ.10 કરોડથી વધુની લાંચ લેવામાં આવી હોવાનું સ્પષ્ટ થયું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News