ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ફેબ્રુઆરી 2026 માં લેવાનારી પરીક્ષાના ફોર્મ સ્વીકારવાની મુદત પૂરી થયા પછી છેલ્લા કેટલાક સમયથી લેઇટ ફી સાથે ફોર્મ સ્વીકારવામા આવી રહ્યા છે. આ મુદત પણ ગઈકાલે પૂરી થયા પછી વિદ્યાર્થીઓ અને શાળા સંચાલકોની રજૂઆત પછી બોર્ડે ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પરીક્ષાના ફોર્મ સ્વીકારવાની મુદતમાં વધારો જાહેર કર્યો છે અને તે મુજબ હવે તારીખ 24 ના રાત્રીના 12:00 વાગ્યા સુધી ફોર્મ સ્વીકારી શકાશે.
બોર્ડના પરીક્ષા વિભાગના સચિવના જણાવ્યા મુજબ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટેની પરીક્ષાના ફોર્મ સ્વીકારવાની, આવેલા ફોર્મમાં સુધારા વધારા કરવાની, પ્રિન્સિપાલ એપ્રુવલ સહિતની કામગીરી માટે તારીખ 22 ડિસેમ્બર નક્કી કરવામાં આવી હતી અને તેમાં કોઈ પ્રકારનો ફેરફાર કરાયો નથી.
ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ફોર્મ સ્વીકારવાની મુદતમાં તારીખ 24 સુધીનો વધારો કરાયા પછી હવે ફોર્મમાં કોઈ પ્રકારના સુધારા વધારા કરવાના બાકી હોય કે પ્રિન્સિપલ એપ્રુવલ આપવાનું બાકી હોય તો તે કામગીરી પૂરી કરવાની અંતિમ તારીખ 26 ડિસેમ્બર રાત્રિના 12:00 વાગ્યા સુધીની રહેશે. શાળાઓ દ્વારા બાકી રહેતી ચૂકવવાની થતી ફી તારીખ 30 ડિસેમ્બર સુધીમાં ભરી દેવાની રહેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application