જસદણના પારેવાળા પાસે પવનચક્કીના કેબલ કાપી નાખી, આઇસોલેટર ઓપ્ન કરી પવનચક્કી કરી દીધી હતી. બાદમાં કમળાપુરના શખસે આવા બનાવો અટકાવવા હોય તો મને નોકરીએ રાખવો પડશે કહી ખંડણી માંગી હતી. જે અંગે કંપ્નીના સુપરવાઇઝર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ચોટીલા તાલુકાના લાખચોકિયા ગામે રહેતા ધનજીભાઈ ભુરાભાઈ કુકડીયા (ઉ.વ.42) દ્વારા ભાડલા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે જસદણના કમળાપુરમાં રહેતા હીરા સાંબડનું નામ આપ્યું છે. ધનજીભાઈ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા એકાદ વર્ષથી વિન્ડ વર્લ્ડ ઇન્ડિયા લિમિટેડ સિક્યુરિટી નામની કંપ્નીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે.
ગઈ તા. 29-10 ના સવારના 11:00 વાગ્યે તેઓ ઘરે હતા ત્યારે કંપ્નીના લીલાપુર સાઇટના ટેકનિકલ ઇન્ચાર્જ શશી મોહનનો વોટસએપમાં મેસેજ આવ્યો હતો કે, પારેવાળા ગામની સીમમાં આવેલી આપણી કંપ્નીના પવનચક્કી લોકેશન નંબર 788 નું આઇસોલેટર ઓપ્ન થઈ ગયું છે જેથી તેઓ બનાવસ્થળે વિઝીટમાં ગયા હતા. પવનચક્કી પર લગાવવામાં આવેલા સીસીટીવી ચેક કરતા એક શખસ કંપ્નીનું આઇસોલેટર ઓપ્ન કરી પવનચક્કી બંધ કરતો નજરે પડ્યો હતો.
આ શખસ ગઈ તા. 1- 10-2026 ના પારેવાળા ગામ તરફ પવનચક્કી વિઝિટમાં જતા હતા ત્યારે પવનચક્કી પોઇન્ટ પર ફરિયાદીને રૂબરૂ મળ્યો હતો અને વાત કરી હતી કે, તમારી કંપ્નીની પવનચક્કીમાં અવારનવાર સ્કાડા કેબલ કાપવાનું તેમજ આઇસોલેટર બંધ થાય છે તે કોણ કરે છે તેની મને ખબર છે. તમારે આ બનાવ બનતા બંધ કરવા હોય તો તમારે મને સિક્યુરિટીમાં રાખવો પડશે અને અગાઉ આ પવનચક્કીમાં ગણેશ સિક્યુરિટી એજન્સીમાં સ્વ રામભાઈ રાઠોડ હતા તે મને રૂ. 7500 ત્રણ પવન ચક્કીના સિક્યુરિટીના આપતા હતા. જેથી ફરિયાદી આ શખસને તેનું નામ પૂછતા તેણે કહ્યું હતું કે, હું કમળાપુરનો હીરાભાઈ સાંબડ છું તેમ કહી જતો રહ્યો હતો.
ફરીયાદી એ વધુમાં જણાવ્યું હતું કે, હીરા સાંબડ વિરુદ્ધ ગઈ તા. 26-4-2023 ના ગણેશ સિક્યુરિટી એજન્સીના બાઈક રાઉન્ડર મહેશભાઈ સોનારા દ્વારા ભાડલા પોલીસ સ્ટેશનમાં પવનચક્કી બંધ કયર્િ અંગેની અરજી કરી હતી. બાદમાં હીરાએ સિક્યુરિટીના એજન્સીના ફિલ્ડ ઓફિસર નયનભાઈ જોગરાજીયાને પવનચક્કી બંધ કરી આપવાની ધમકી આપી હતી.
આમ આરોપી હીરા સાંબડે અવારનવાર વિન્ડો વર્લ્ડ ઇન્ડિયા કંપ્નીની પવનચક્કીના સ્કાડા કેબલ કાપી અગાઉ 1,05,729 જેટલું નુકસાન કર્યું હતું તેમ જ અવારનવાર આઇસોલેટર ઓપ્ન કરી પવનચક્કી બંધ કરી 22,500 નું નુકસાન કરી તથા વાડીની બાજુમાં આવેલી વીડીમાં આવેલ ત્રણ પવનચક્કીના સિક્યુરિટી ગાર્ડ તરીકે રાખી 7,500 દર મહિને આપો તો આ બનાવ બંધ થઈ જશે નહીંતર હવે પછી આવા બનાવ વધારે વધશે તેમ કહી ખંડણી માંગી બધી પવનચક્કી બંધ કરી નાખીશ. જો મારા વિરુદ્ધ ફરિયાદ કરશો તો ફરિયાદીના હાથપગ ભાંગી જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતો હોય જેથી આ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે વિદ્યુત અધિનિયમ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.