અંબાજી જતા યાત્રિકો માટે રાજકોટ એસટી બસપોર્ટથી એક્સ્ટ્રા બસ શરૂ
અંબાજી જતા યાત્રિકો માટે રાજકોટ એસટી બસપોર્ટથી એક્સ્ટ્રા બસ શરૂ
January 30, 2026 02:42 PM
ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા અંબાજી ખાતે આયોજિત ત્રિદિવસીય મહોત્સવના દર્શનાર્થે જઈ રહેલા ભાવિકો માટે એક્સ્ટ્રા એસટી બસ દોડાવવા આદેશ કરાયો છે જેના અનુસંધાને રાજકોટ એસટી બસપોર્ટ ખાતેથી એક્સ્ટ્રા બસ દોડાવવાનું શરૂ કરાયું છે, રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક જોષીએ જણાવ્યું હતું કે, ત્રણ દિવસ સુધી રાજકોટ બસપોર્ટ ઉપરથી અંબાજી માટે એક્સ્ટ્રા બસ મુકાશે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આજે તા.૩૦ જાન્યુઆરીથી તા.૧ ફેબ્રુઆરી (મહા સુદ બારસ, તેરસ અને ચૌદસ) દરમિયાન ભવ્ય ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૬નું આયોજન કરાયું છે, આજે મહોત્સવના પ્રારંભ સાથે જ ભાવિકો ઉમટી પડ્યા હોય અંબાજી જતી એસટી બસોમાં ચિક્કાર ભીડ જોવા મળી રહી છે.