પડધરી તાલુકાના તરઘડી ગામની સીમમાં આવેલા હરિ શ્રીક્રોપ સાયન્સ નામના કારાખાનામાં ખેતીવાડીને લગતી ડુપ્લીકેટ દવાઓનું ઉત્પાદન કરવાના કારસ્તાનનો પદર્ફિાશ થયો છે. કંપીનના અધિકારીએ માહિતીના આધારે પોલીસને જાણ કરતા રૂરલ એસઓજીની ટીમે કારખાનામાં દરોડો પાડયો હતો. પોલીસે અહીંથી ખેતીવાડીને લગતી ડુપ્લીકેટ દવાઓનો જથ્થો અને સ્ટીકર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કંપ્નીના લીગલ એડવાઇઝરની ફરિયાદ પરથી કારખાનેદાર સામે કોપીરાઇટ એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
દિલ્હીમાં રહેતા પ્રેમ દયારામ શમર્િ (ઉ.વ.51) દ્વારા પડધરી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં તરઘડી ગામની સીમમાં આવેલા હરસિધ્ધિ પાર્ક-1માં આવેલ હરિ શ્રીક્રોપ સાયન્સ નામના કારખાનાના સંચાલક વિશાલ રમેશભાઈ ડોબરીયા (રહે. હરિપર તા.પડધરી)નું નામ આપવામાં આવ્યું છે.
ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ યુપીના નોઈડામાં ટ્રુ બડી ક્ધસલ્ટિંગ કંપ્નીમાં લીગલ એડવાઈઝર આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરે છે. ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે તેમને ક્રોપ સાયન્સ લી તથા યુનાઇટેડ ફોસ્ફરસ, સીજન્ટા કંપ્ની સહિતની કંપ્નીઓનું બનતી ખેતીવાડીની દવાઓનું દેશમાં કોઈ જગ્યાએ ડુપ્લીકેટ ઉત્પાદન કરાતું હોય તો તેની સામે કાર્યવાહી કરવાનું છે.
દરમિયાન ફરિયાદીને માહિતી મળી હતી કે, તરઘડી ગામની સીમમાં આવેલ હરસિધ્ધિ પાર્ક-1 માં આવેલ શ્રી હરિક્રોપ સાયન્સ નામના કારખાનામાં યુનાઇટેડ ફોસ્ફરસ લી. તથા સીજેન્ટા કંપ્નીમાં બનતી દવાઓની ડુપ્લીકેટ દવાઓ બનાવવામાં આવી રહી છે. જેથી ફરિયાદી તથા કંપ્નીના સહાયક ઇન્વેસ્ટિગેશન ઓફિસર કુલદીપસિંહ કુસ્વાહએ રાજકોટ રૂલર એસઓજીનો સંપર્ક સાધ્યો હતો. બાદમાં રૂલર એસોજીના પીએસઆઇ જી.જે. ઝાલા તથા તમે અહીં દરોડો પાડતા અહીંથી ખેતીવાડીને લગતી ડુપ્લીકેટ દવાઓનો જથ્થો મળી આવ્યો હતો.
કારખાનાના સંચાલક વિશાલ ડોબરીયા દ્વારા સિજેન્ટા કંપ્નીમાં બનતી દવાઓની બ્રાન્ડ તથા સિમ્બોલની કોપી કરી દવાઓ બનાવી પોતાના કબજામાં વેચાણ અર્થે રાખી ા.11,310ની કિંમતની દવાઓ, સ્ટીકર સહિતનો મુદ્દામાલ કબજે કરી કંપ્ની તથા ખેડૂતો સાથે છેતરપિંડી કરવા બદલ કંપ્નીના અધિકારીની ફરિયાદ પરથી પડધરી પોલીસે કારખાનાના સંચાલક વિશાલ ડોબરીયા વિરુદ્ધ કોપી રાઇટ એકટ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.