BREAKING NEWS

રાજકોટમાં જાહેરમાં પ્રેમલીલા ભારે પડી: જડુસ હોટલ નજીક યુગલને પરિવારે રંગેહાથ ઝડપ્યું, રસ્તા વચ્ચે જ બોલી બઘડાટી

  • November 13, 2026 04:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રંગીલું રાજકોટ પ્રેમી યુગલો માટે વધુ પડતું રંગીન મિજાજી બની ગયું હોય તેમ અનેક વાર જાહેરમાં યુગલો દ્વારા કરવામાં આવતી પ્રેમલીલાને જોતા લાગી રહ્યું છે. આ બધું છાને ખૂણે ચાલે ત્યાં સુધી કોઈના ધ્યાનમાં નથી આવતું પરંતુ જાહેરમાં પ્રેમલીલા કરવામાં આવે તો ક્યારેક ભારે પણ પડી શકે છે.

શહેરના કાલાવડ રોડ પર જડૂસ હોટલ નજીક જાહેરમાં પ્રેમલીલા કરી રહેલા એક યુગલને યુવતીના પરિવારજનોએ રંગેહાથ ઝડપી પાડતા ભારે હોબાળો થયો હતો. ઉશ્કેરાયેલા પરિવારજનોએ જાહેર રસ્તા પર જ યુવક અને યુવતીને બેફામ ધોકાવતા, લોકોના ટોળા એકઠા થયા હતા અને અંતે પોલીસે દોડી જવું પડ્યું હતું.


પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં રહેતા એક યુવક યુવતી જડૂસ હોટેલ પાસે એકાંતમાં મળી રહ્યા હતા. દરમિયાન એક મેકમાં ખોવાઈ જતા આજુબાજુનું ધ્યાન રહ્યું ન હતું અને એજ સમયે યુવતીના પરિવારના સભ્યો ત્યાંથી પસાર થતા બંનેને જોઈ ગયા હતા. અને તેને આ દ્રશ્ય જોઈ પીતો ગુમાવ્યો હતો અને જાહેરમાં બંનેને લલકારી થપાટો અને ઢીકાપાટુનો મારમાર્યો હતો. આ બબાલ જોઈ પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ એકઠા થઇ ગયા હતા એમ છતાં બઘડાટી ચાલુ જ હતી. જેનું ભરપૂર મનોરંજન લોકોએ લીધું હતું તો કોઈએ વિડીયો પણ ફોનમાં રેકોર્ડ કરી સોશિયલ મીડિયામાં વહેતા કર્યા હતા. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ તાલુકા પોલીસ પણ હરકતમાં આવી હતી અને જાહેરમાં મારામારી કરવા બદલ પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરી કાયદાના પાઠ ભણાવવા તપાસ શરૂ કરી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application