જીલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ જી.એલ. સરવૈયાના અધ્યક્ષ સ્થાને યોજાયો કાર્યક્રમ
ધ્રોલ તાલુકા હોમગાર્ડઝ યુનીટના જવાનોનો વિદાય સમારંભ તેમજ સત્કાર સમારંભ આજ રોજ જીલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ શ્રી જી.એલ. સરવૈયા'જીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ હતો.જેમાં મુખ્ય મહેમાન તરીકે 76-કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા અને અતિથિ વિશેષ તરીકે ધ્રોલ પોલીસ સ્ટેશન પી.આઈ. એચ.વી.રાઠોડ સાહેબ અને શેઠવડાળાના પોલીસ સ્ટેશન પી.એસ.આઇ. પી.જી.પનારા ., ધ્રોલ શહેર ભાજપ પ્રમુખ હીરેનભાઈ કોટેચા., ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ પ્રદિપસિંહ જાડેજા., ધ્રોલ તાલુકા ભાજપ પુર્વ પ્રમુખ નવલભાઈ મુંગરા., ધ્રોલ નગરપાલીકાના પુર્વ પ્રમુખ શ્રી વીરમભાઈ વરુ., મહેશભાઈ ચીખલીયા, જિલ્લા હોમગાર્ડઝ યુનિટના ઓફિસરો., હોમગાર્ડઝ ભાઈઓ અને નિવૃત્ત સભ્યો હાજર રહ્યા હતા.
આ તકે હોમગાર્ડઝ યુનીટના જવાનોને પ્રોત્સાહન પુરુ પાડીને સમાજ જીવનમાં ફરજના ભાગરુપે જવાબદારી પુર્વક ફરજ નીભાવીને સમાજ જીવનમાં પોલીસની સાથે ખભેખભો મિલાવીને સુરક્ષા પ્રદાન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ વિદાય સમારંભ અને સત્કાર સભારંભના અવસરે આમંત્રિત તમામ મહાનુભાવો., વર્ષ દરમિયાન સારી કામગીરી કરેલ જવાનોને તેમજ નિવૃત જવાનોનું પુષ્પગુચ્છ તેમજ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.! તેમજ આ ઉપરાંત રમોત્સવમાં જિલ્લા કક્ષાએ અને સૌરાષ્ટ્ર ઝોન કક્ષાએ પ્રથમ નંબર મેળવેલ ખેલાડીઓનું પણ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને એનસીઓઝ ટેસ્ટ માં પાસ થયેલ જવાનોને સાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યો હતો.
ધ્રોલ તાલુકા હોમગાર્ડઝ યુનિટના ઓફીસર કમાન્ડીંગ જે.કે.પરમારે હોમગાર્ડસ જવાનો ઇન્ચાર્જ અને એન સી ઓઝ નો પણ આભાર વ્યકત કર્યો હતો. અને ખાસ આમંત્રણ ને માન આપીને પધારેલા સૌ મહાનુભવો નો પણ આભાર સાથે સહકારની લાગણી વ્યક્ત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે ભૂલથી પણ ખોટા વ્યક્તિને UPI દ્વારા ચુકવણી નહીં થાય, જાણો શું કામ?
May 02, 2025 12:22 PMઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMદુનિયાના સૌથી ધનિક ફિલ્મ કલાકારોની યાદીમાં એકમાત્ર શાહરુખનો સમાવેશ
May 02, 2025 12:10 PMપાકિસ્તાનને વધુ 2 આંચકા આપવા ભારતની તૈયારી, IMFની સહાય બંધ કરાવશે
May 02, 2025 12:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech