જામનગર : લાલપુરમાં વિજ કરન્ટ લાગવાથી ખેડુતનું મૃત્યુ
જામનગર : લાલપુરમાં વિજ કરન્ટ લાગવાથી ખેડુતનું મૃત્યુ
November 24, 2025 06:56 AM
લાલપુર વાડી વિસ્તારમાં અકસ્માતે વિજ આંચકો લાગતા પાણી વાળવા ગયેલા ખેડુત વૃઘ્ધનું મૃત્યુ નિપજયુ હતું.
લાલપુરમાં પાર્થ સોસાયટીમાં રહેતા અને વાડી વિસ્તારમાં ખેતીવાડી ધરાવતા રમણીકભાઈ ધનજીભાઈ ઝુલાસણા નામના ૬૫ વર્ષના ખેડૂત વૃઘ્ધ જેઓ ગઈકાલે પોતાની વાડીમાં પાણી વાળવા માટે ગયા હતા, ત્યાં પાણીની ઇલેક્ટ્રીક મોટરનો વાયર ફેન્સીંગ તારને અડી જતા અકસ્માતે એકાએક વિજ આંચકો લાગતા મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ પ્રવીણભાઈ ધનજીભાઈ ઝુલાસણાએ પોલીસની જાણ કરતાં લાલપુરના પોલીસ હેડ કોસ્ટેબલ બનાવના સ્થળે દોડી ગયા હતા, અને ખેડલડૂતના મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.