BREAKING NEWS

લગ્નના ફૂલેકામાં ઉત્સાહમાં આવી શખ્સનું ફાયરિંગ, ખેડૂતના પગની પીંડી ગોળીથી વિંધાઈ, વિંછીયાના પાટીયાળી ગામમાં અફરાતફરી મચી

  • December 08, 2025 12:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિંછીયાના પાટીયાળી ગામે લગ્નના ફૂલેકા દરમિયાન ફાયરિંગની ઘટના બની હતી. જેમાં એક વ્યક્તિને પગમાં ગોળી વાગતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. લગ્નના ફુલેકા દરમિયાન એક શખસે ભડાકા કર્યા હતા. જેમાં ગોળી વછૂટતા અહીં હાજર યુવાનને પગમાં ઇજા પહોંચી હતી. જે અંગે વિંછીયા પોલીસે ફાયરિંગ કરનાર જીગ્નેશ પલાળીયા નામના શખસ સામે આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.


બનાવ અંગે વિંછીયા પોલીસ મથકના એએસઆઈ દિલીપભાઈ માલકીયાએ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તા.૬ ના ઇજા પામનાર અરવિંદભાઈ સામતભાઈ તાવિયા (ઉ.વ.૩૯, રહે, પાટીયાળી ગામ, વિંછીયા) ને પાટીયાળી ગામે ગોપાલભાઇ વિઠલભાઈ તાવિયાના દિકરાના લગ્નનું ફૂલેકા (દાંડીયા રાસ) હોય, તે દરમ્યાન જીગ્નેશ વિરજી પલાળીયા (રહે.રેશમીયા, ચોટીલા) એ પોતાની પાસે રહેલ બંદુકમાથી ફાયરીંગ કરતા ગોળી (જમણા પગે પગની પીંડીના ભાગે વાગતા પગની આર-પાર નિકળી જતા ગંભીર ઇજા થઇ હતી.


ગંભીર ઈજા સાથે યુવાનને હોસ્પિટલ ખસેડાયો

જેથી પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરીસ્થીને ધ્યાને વિંછીયા પોલીસ મથકની ટીમે તપાસ કરતા જાણવા મળેલ કે, વિંછીયાના પાટીયાળી ગામે ગઈ તા.૫ ના રાત્રીના સવા અગીયારેક વાગ્યાની આસપાસ ગોપાલભાઈ વિઠ્ઠલભાઈ તાવિયાના દિકરા ધાર્મિકના લગ્નનું ફલેકુ (દાંડીયા રાસ) મા સામેલ માણસોની શારીરીક તથા માનસીક જીંદગી જોખમાય તે રીતે આરોપી જીગ્નેશ પલાળીયાએ બેદરકારીથી પોતાના પરવાના વાળી બંદુકમાથી ફાયરીંગ કરતા અરવિંદભાઈ તાવિયાને ગોળી (બુલેટ) પગની પીંડીના ભાગે વાગતા પગની આર-પાર નિકળી જતા ગંભીર ઇજા કરેલ હતી. જેથી આરોપી સામે આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.

વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપીએ ફૂલેકા દરમિયાન આવેશમાં આવી ગયો હતો અને પોતાની લાયસન્સ વાળી બંદૂકથી ફાયરીંગ કરતાં ઘટના ઘટી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News