BREAKING NEWS

રાજકોટના વાતાવરણમાં પલ્ટો: આકાશ વાદળોથી ઘેરાયું, પડધરી પંથકમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા વધી

  • December 31, 2025 05:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હવામાન વિભાગે બે દિવસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજકોટ જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. બપોર બાદ રાજકોટ શહેરના આકાશમાં વાદળો છવાઈ ગયા છે. ત્યારે પડધરી પંથકમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે. જીરૂ, ચણા, ઘઉં સહિતના પાકોમાં નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. પડધરીના સરપદડ ગામમાં ધીમી ધારે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. 


કચ્છમાં ઝાપટા વરસ્યા

કચ્છના રાપર તાલુકાના ખેંગારપર ગામે માવઠાની આગાહીના પગલે બપોરે બે વાગ્યે જોરદાર ઝાપટાં પડ્યાં અને શેરીઓમાં પાણી વહી નિકળ્યા હતા. આ માવઠાથી ખેડૂતો ચિંતિત બન્યા છે. જ્યારે કચ્છના હાજીપીર તરફના રણ કાંધી વિસ્તારમાં કમોસમી વરસાદ નોંધાયો છે. આ વિસ્તારના ઢોરો ગામના હજીરા ફાટક પાસે લગભગ 15 મિનિટ સુધી જોરદાર માવઠું પડ્યું હતું. તો વધુ વરસાદની ભીતિને લઈ ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. 


વહેલી સવારે પોરબંદર અને દ્વારકામાં વરસાદ પડ્યો

સૌરાષ્ટ્રના પોરબંદર સહિત ગ્રામ્ય પંથકના વિવિધ તાલુકાના વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયેલું હતું. દ્વારકા, કલ્યાણપુર અને આસપાસનાં ગામોમાં પણ ઝરમર વરસાદ નોંધાયો છે. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે, જોકે કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડકનો અનુભવ પણ થયો છે. ચણા-જીરું સહિતના પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application