BREAKING NEWS

કમોસમી વરસાદનો કહેર....રાજુલા-સુત્રાપાડામાં 7થી 9 ઈંચ ખાબકતા તારાજી, સૌરાષ્ટ્રના 80 તાલુકામાં ખેડૂતોને માવઠાનો માર

  • October 28, 2025 12:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દિવાળી પહેલા ચોમાસુ પૂરું થઈ ગયા બાદ સાયકલોનિક સર્ક્યુલેશનને કારણે છેલ્લા ચાર પાંચ દિવસથી સૌરાષ્ટ્ર કચ્છ ઉપર કમોસમી વરસાદનો કહેર વરસી રહ્યો છે. આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન અમરેલીના રાજુલા પંથકમાં 8:30 ઈંચ, લીલીયા, સાવરકુંડલા, ખાંભા પંથકમાં પાંચ ઇંચ. ઉપરાંત ગીર સોમનાથના સુત્રાપાડા, ઉના, ગીર ગઢડા, પાટણ વેરાવળ, કોડીનાર પંથકમાં પાંચથી સાત ઇંચ તેમજ ભાવનગરના તળાજા, વલભીપુર, જેસર પંથકમાં ત્રણથી પાંચ ઇંચ વરસાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના તાલુકાઓમાં હળવોથી માંડીને ધોધમાર કમોસમી વરસાદથી ખેડૂતોના કઠોળ, મગફળી સહિતના પાકને ખૂબ જ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.


આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન અમરેલીના રાજુલા પંથકમાં 8:30 ઈંચ, લીલીયા, સાવરકુંડલા, ખાંભા પંથકમાં પાંચથી સાડા પાંચ ઇંચ, જાફરાબાદ, અમરેલી, ધારી, લાઠી, બગસરા પંથકમાં એકથી અઢી ઇંચ, બાબરા અને કુંકાવાવ પંથકમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો.


ગીર સોમનાથ જિલ્લામાં સુત્રાપાડા સાત ઇંચ, ઉના, ગીર ગઢડા, વેરાવળ, પાટણ, કોડીનાર પંથકમાં પાંચથી છ ઇંચ, તાલાલા, ગીર પંથકમાં ત્રણ ઇંચ વરસાદ પડી ગયો છે. ભાવનગર જિલ્લાના તળાજા, વલભીપુર, જેસર, ઉમરાળા, ગારીયાધાર, સિહોર પંથકમાં બેથી પોણા પાંચ ઇંચ ઉપરાંત પાલીતાણા, ભાવનગર અને ઘોઘા પંથકમાં એકથી બે ઇંચ વરસાદ નોંધાયો છે. બોટાદ શહેરમાં અઢી ઈંચ, જ્યારે બરવાળા, ગઢડા અને રાણપુર પંથકમાં અડધોથી માંડીને બે ઇંચ વરસાદ નોંધાયો હતો.


જુનાગઢ જિલ્લામાં મેંદરડામાં સવા બે ઇંચ, જ્યારે કેશોદ, વંથલી, માણાવદર, માળીયાહાટીના પંથકમાં એકથી સવા ઇંચ, જૂનાગઢ શહેર, ગ્રામ્ય માંગરોળ અને ભેસાણ પંથકમાં અડધોથી પોણો ઇંચ વરસાદ પડી ગયો હતો. જામનગર જિલ્લામાં સવા બે ઇંચ, કાલાવડમાં બે ઇંચ. જ્યારે જોડિયા, લાલપુર, જામજોધપુર અને જામનગર પંથકમાં અડધોથી પોણો ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે મોરબી શહેરમાં બે ઈંચ જ્યારે જિલ્લામાં ટંકારામાં દોઢ ઇંચ અને વાંકાનેર માળીયા, હળવદ પંથકમાં ઝાપટાથી માંડીને અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકા શહેરમાં ઝાપટા જ્યારે ખંભાળિયા, કલ્યાણપુર, ભાણવડ પંથકમાં અડધોથી બે ઇંચ, રાણાવાવ અને કુતિયાણા પંથકમાં એક એક ઇંચ વરસાદ નોંધાયો છે.


સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી, મુળી, સાયલા, ચુડા, ચોટીલા, દસાડા, લખતર, થાનગઢ, વઢવાણ, ધ્રાંગધ્રા પંથકમાં અડધોથી પોણો ઇંચ, જ્યારે રાજકોટ જિલ્લામાં આખો દિવસ વરસાદી માહોલ વચ્ચે લોધિકા, ધોરાજી, ઉપલેટા, વીંછીયા, જેતપુર, પડધરી, ગોંડલ, જામકંડોરણા, કોટડા સાંગાણી, જસદણ પંથકમાં અડધાથી પોણો ઈંચ સુધીનો વરસાદ પડ્યો છે. કચ્છમાં પણ ભુજ, રાપર, માંડવી, મુન્દ્રા પંથકમાં ઝાપટા વરસ્યા હતા. સૌરાષ્ટ્ર-કચ્છના કુલ ૯૦ તાલુકામાંથી 80 તાલુકામાં આ કમોસમી વરસાદે ખેડૂતોના ખેતરમાં કઠોળના ઉભા પાક ઉપરાંત મગફળી કાઢીને ખેતરમાં રાખેલા તૈયાર પાથરાને મોટું નુકસાન થયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application