BREAKING NEWS

કાલાવડ ખાતે ટેકાના ભાવે મગફળીનું વેચાણ શરૂ થતાં ખેડૂતોમાં આનંદ

  • November 11, 2025 01:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 કાલાવડ ખાતે ત્રણ જગ્યાએ અલગ અલગ સ્થળ પર ખરીદી કરવામાં આવશે,જેમાંથી એક જગ્યા પર સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેના પગલે ખેડૂતોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે. કાલાવડ તાલુકાના તમામ ગામના ખેડૂતોને જેને ઓનલાઇનમાં નંબર આવ્યો છે તેમને મેસેજ દ્વારા જાણ કરી અને બોલવામાં આવ્યા પોતાનો મગફળીનો પાક ટેકાના ભાવે વેચ્યો અને સરકારની આ પહેલ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.  

​​​​​​​

ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું કે આજે અમે અહીં ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા આવ્યા છીએ. સરકાર અમને મણ દીઠ રૂ. ૧૪૫૨ નો પોષણક્ષમ ભાવ ચૂકવી રહી છે. ખુલ્લી બજારમાં મગફળીના ભાવ રૂપિયા હજાર પણ નથી મળતા, ત્યારે સરકાર અમને આટલો સારો ભાવ આપીને ખેડૂતોને આર્થિક ટેકો આપી રહી છે. આ બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર સાથે જ તેમણે વહીવટી તંત્ર દ્વારા ઊભી કરાયેલી ઉત્કૃષ્ટ વ્યવસ્થાઓની પણ સરાહના કરી જણાવ્યું .



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application