શાપર પોલીસે પૂર્વ બાતમીના આધારે કોરાટ ચોક પાસે નાકાબંધી કરી ગૌ વંશ લઇ જવાતી બોલેરો પીકઅપવાનને ઝડપી પાડી ચાલક પિતા-પુત્રની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શાપર પોલીસ મથકના પીઆઈ આર.બી.રાણાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ વાહન ચેકિંગની કામગીરીમાં હતો ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, જીજે-05-બીએક્સ-4819 નંબરની બોલેરો પીકઅપ વાનમાં ગૌ વંશ ભરી લઇ જવાઈ રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફે કોરાટ ચોક પાસે નાકાબંધી કરી હતી. દરમિયાન પસાર થતી બોલેરો પીકઅપવાનને રોકી તલાસી લેતા પાછળ ક્રૂરતા પૂર્વક બે બળદ બાંધેલા મળી આવતા આ અંગે ચાલક પાસે પરમીટ કે કાગળો માગતા તે ન હોવાથી બે બળદ અને બોલેરોવાન મળી કુલ રૂ. 4,10,000નો મુદામાલ કબજે કરી ચાલક દિવ્યેશ જેન્તીભાઇ રાઠોડ અને તેના પિતા જેન્તીભાઇ રામભાઈ રાઠોડને ઝડપી લઇ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ 2017ની જુદી જુદી કલમ તેમજ બીએનએસ એક્ટ 298 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ કાર્યવાહીમાં એએસઆઇ મુકેશભાઈ ચૌહાણ, વિરેન્દ્રસિંહ વાઘેલા, પો.હેડ.કોન્સ.તુષારસિંહ જાડેજા, જયદીપસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ ધાધલ, પિયુષભાઇ અઘેરા, પો.કોન્સ.લગધીરસિંહ જાડેજા, અલ્પેશભાઈ ડામસીયા, નિલેશભાઈ ડાભી, વિમલભાઈ વેકરીયા દ્વારા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવીમા ઉદ્યોગમાં હાહાકાર: અમદાવાદ પ્લેન ક્રેશનો 4000 કરોડનો દાવો, અત્યાર સુધીનો સૌથી મોટો
June 16, 2025 11:40 PMઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech