રાજકોટ શહેરમાં એક પિતાએ પોતાની દીકરી સાથે બનેલી ઘટના અંગે ગંભીર આક્ષેપો કરતા વ્યથા વ્યક્ત કરી છે. પિતાના જણાવ્યા મુજબ, તેમની દીકરીને જૂનાગઢ જિલ્લાના અસ્લમ હુસેન સમા નામના યુવકે પ્રેમના બહાને ફસાવી “લવ જેહાદ” ફસાવી છે. પિતાએ આ સમગ્ર મામલો રાજકોટના એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રજૂ કર્યો, પરંતુ તેમનો આક્ષેપ છે કે પોલીસ અધિકારીઓએ અસ્લમ હુસેન સમાને બચાવવાનો પ્રયાસ કર્યો અને યોગ્ય તપાસ કરવાનું ટાળી રહી છે.
પોલીસે કોઈ સહકાર આપ્યો નથી
પિતાએ જણાવ્યું છે કે, મારી દીકરી સાથે એક લવ જેહાદનો બનાવ બન્યો છે. તેને ફસાવવામાં આવી છે. જુનાગઢના રહેવાસી અસ્લમ હુસેન સમાએ મારી દકીરીને ભોળવી કારવીને લવ જેહાદમા ફસાવી છે. અમે એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા. પોલીસે કોઈ સહકાર આપ્યો નથી. ખોટા મેટ્રીક કરાર ઉપર તેને સોંપી દીધી હતી. હર્ષ સંઘવીભાઈને મારી નમ્ર અપીલ છે કે અમને આમાં ન્યાય અપાવે,
દીકરીને ન્યાય અપાવવા અપીલ
પિતાના કહેવા મુજબ, દીકરીને માનસિક અને ધાર્મિક દબાણ હેઠળ રાખવામાં આવી હતી. તેમણે દાવો કર્યો કે આ કેસમાં ન્યાય મેળવવા માટે તેઓ અનેક વખત પોલીસ સ્ટેશનના ચક્કર કાપ્યા, છતાં પણ યોગ્ય કાર્યવાહી થઈ નથી. આથી અંતે પિતાએ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને આ મામલે હસ્તક્ષેપ કરવા અને તેમની દીકરીને ન્યાય અપાવવા અપીલ કરી છે.
પોલીસની કાર્યપદ્ધતિ અંગે પ્રશ્નો ઉઠ્યા
આ ઘટનાએ શહેરમાં ચર્ચાનો વિષય ઊભો કર્યો છે અને લોકોમાં પોલીસની કાર્યપદ્ધતિ અંગે પ્રશ્નો ઉઠ્યા છે. પિતાની માંગ છે કે કેસની નિષ્પક્ષ તપાસ થાય અને લવ જેહાદ જેવી પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવામાં આવે.