જામજોધપુર તાલુકાના ધ્રાફા–આંબરડી માર્ગ પર શુક્રવારે સવારે ગોઝારો માર્ગ અકસ્માત સર્જાતાં બાઇક સવાર પિતા–પુત્રના ઘટનાસ્થળે જ કણ મૃત્યુ નિપયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને રોડ પર ફંગોળાઈ પડા હતા અને ધોરીમાર્ગ રકતરંજિત બની ગયો હતો, અને ભારે કણ દ્રશ્યો સર્જાયા હતા. મળતી માહિતી મુજબ જામજોધપુર તાલુકાના જૂની આંબરડી ગામના વતની ભનુભાઈ રાઠોડ અને તેમનો પુત્ર રોહિત ભનુભાઈ રાઠોડ નામના પિતા–પુત્ર બાઇક પર પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવી રહેલી એક બોલેરો કારના ચાલકે બાઇકને જોરદાર ઠોકર મારી હતી. અકસ્માતના આઘાતથી બંને બાઇક પરથી ફંગોળાઈ રોડ પર પટકાયા હતા. ગંભીર ઈજાઓને કારણે બંનેના ઘટના સ્થળે જ પ્રાણ પંખે ઉડી ગયા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહોને કબ્જે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ગોઝારા અકસ્માતથી મૃતકોના પરિવાર પર આભ ફાટી પડું હોવાનું વાતાવરણ સર્જાયું છે. સમગ્ર વિસ્તારમાં પણ શોકની લાગણી પ્રસરી ગઈ છે. શેઠવડાળા પોલીસે બંને મૃતદેહો નું પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, યારે આ અકસ્માતના બનાવ અંગે બોલેરો ચાલક સામે ગુનો નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત સમયે વાહન ચાલકો પાસે દેશીદાની કોથળી હાથમાં અનેરોડ ઉપર હોય જે તસ્વીરમાં દેખાય રહી છે જેમને લઈ શેઠવડાળા પંથકમા દેશી દાની પોલીસ તંત્રની મીઠી નજર તળે ખુલ્લ ે આમ હેરાફેરી થઈ રહી હોવાનું ફરી સામે આવ્યુ છે. જોદા ના વેચાણ પર પોલીસ દ્રારા કડક નિયંત્રણ રાખ્યુ હોત તો આવા અકસ્માત સર્જાયા ના હોત