જેતપુર તાલુકાના ડેડરવા ગામે એક હડકાયા શ્વાને આંતક મચાવ્યો છે, વહેલી સવારથી બપોર સુધીમાં નાના બાળકથી લઈને વૃદ્ધ સુધીના ગામનાં ૧૫ લોકોને બચકા ભરી ઇજાગ્રસ્ત કરી નાખતા તમામને સારવાર માટે જેતપુર સરકારી હોસ્પીટલ લાવવામાં આવ્યા હતાં. હડકાયું શ્વાન હજુ ગામમાં ખુલ્લ ું ફરી રહ્યું છે જો તેને પાંજરે પૂરવામાં નહિ આવે તો હજુ ગામમાં કેટલા લોકોને બચકા ભરે તે કઈં નક્કી નહિ. રખડતા સ્વાનોનો દિવસે દિવસે આંતક વધતો જ જાય છે જેતપુર સરકારી હોસ્પીટલમાં છેલ્લ ા છ મહિનામાં ૨૫૦ જેટલા લોકો શ્વાન કરડવાની સારવાર માટે આવેલ. તે આંકડા ઉપરથી જ શ્વાનનો આંતક જાણી શકાય છે. તેમાં જેતપુર તાલુકા ડેડરવા ગામે ગામમાં એક શ્વાનને હડકવા ઉપડો છે જેને કારણે આ શ્વાને વહેલી સવારથી બપોર સુધીમાં ૧૫ લોકોને બચકા ભરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેમાં વહેલી સવારે કુદરતી હાજતે જતા ડીબેનને પાછળથી આવી પગની એડીમાં બચકો ભરી લીધો, સ્વાતિ નામની બાળકી તેની માતા સાથે કપડાં ધોવા માટે ગામની નદીએ ગયા હતા ત્યાં આવીને શ્વાને કાનમાં બચકો ભરી કાન કરડી ખાધો, યારે પંજાબથી આવેલ હરજીતસિંઘ નામનો એક ટ્રક ડ્રાઇવર ટ્રકની બહાર સૂતો હતો ત્યાં આ હડકાયું શ્વાન આવી તેને હોઠ પર બચકો ભરી લીધો હતો. આવી રીતે શ્વાને ગામમાં પંદરેક લોકોને બચકા ભરતા જેતપુર સરકારી હોસ્પીટલમાં તમામ લોકો ક્રમશ જેમ કોઈને શ્વાન બચકો ભરે તેમ તેઓ સારવાર માટે આવે તેમ સારવાર આવતા જ જાય છે. અને હજુ આ શ્વાનનો આંતક ચાલુ જ હોય ગામમાં લોકડાઉન જેવો માહોલ છવાય ગયો છે. શ્વાનના ભયથી લોકો ઘરમાં પુરાય ગયા છે જો શ્વાનને પાંજરે પુરવામાં નહિ આવે તો સાંજ સુધીમાં શ્વાનના આંતકનો ભોગ બનનારનો આંકડો પચાસને પાર કરી જાય તો ના ન કહી શકાય. તેવું ગામ લોકોનું કહેવું છે જેથી શ્વાનને તાત્કાલીક પાંજરે પુરવાની માંગ પ્રશાસન પાસે ગામ લોકો કરી રહ્યા છે