BREAKING NEWS

રાજકોટમાં ધૂળેટીના પર્વે સાંજા ચુલ્હા રેસ્ટોરન્ટમાં ગ્રાહકો વચ્ચે મારમારી: શર્ટ ફાડી નાંખ્યો

  • March 05, 2026 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં ગઈકાલે ધુળેટી પર્વની રંગેચગે ઉજવણી કરવામાં આવી હતી. સવારથી લોકોએ મન ભરીને રંગોના આ પર્વને માણ્યો હતો. સાંજ પડતા શહેરના મોટાભાગના રેસ્ટોરન્ટો અને ખાણીપીણી ના સ્થળોએ ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી ત્યારે શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલા સાંજા ચુલ્હા ગઈકાલે જમવા બાબતેની લાઈનમાં ગ્રાહકો વચ્ચે બોલાચાલી થયા બાદ મારામારી થઈ હતી. જે ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો. મારામારીની આ ઘટનાને લઇ પોલીસે અહીં પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. જોકે બંનેપક્ષે સમાધાન થઈ જતા આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી.


જાણવા મળતી વિગતો મુજબ, ગઈકાલે સોશિયલ મીડિયામાં રેસ્ટોરન્ટમાં મારામારીનો વિડીયો ભારે વાયરલ થયો હતો.જેમાં એક યુવાનને કેટલાક શખસો ઢીકાપાટુનો મારમારી તેનો શર્ટ ફાડી નાખતા હોવાનું પણ નજરે પડયું હતું. આ વીડિયો શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલા સાંજા ચુલ્હા રેસ્ટોરન્ટનો હોવાનું માલુમ પડ્યું હતું.


બનાવ અંગે પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, રેસ્ટોરન્ટમાં રાત્રીના મારામારીના બનાવ અંગે 112 માં જાણ કરવામાં આવતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની 112 ની ટીમ અહીં પહોંચી હતી. અહીં આવી તપાસ કરતા ગઈકાલે ધૂળેટીના તહેવારને લઈ રેસ્ટોરન્ટમાં ગ્રાહકોની ગીર્દી વધુ હોય દરમિયાન જમવા માટે લાઈનમાં ઊભા રહેવા બાબતે ગ્રાહકો વચ્ચે બોલાચાલી થયા બાદ વાત મારામારી સુધી પહોંચી હતી. જોકે બાદમાં આ બંને પક્ષો સમાધાન થઈ ગયું હોય તો બંનેપક્ષો તરફથી પોલીસ ફરિયાદ નોંધાવાનું ટાળ્યું હતું. જેથી આ અંગે 112 ની ટીમ તાલુકા પોલીસમાં એન્ટ્રી કરાવી જરૂરી કાર્યવાહી કરી હતી. જોકે રેસ્ટોરન્ટમાં થયેલી મારામારીની આ ઘટનાનો વીડિયો ગઈકાલ રાતથી સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application