ભાવનગર જિલ્લાના દેવગણા ગામના જવાન મેહુલભાઈ સોલંકી કોબ્રા કમાન્ડોમાં ફરજ બજાવતા હતા.અને ત્રણ દિવસ પૂર્વે છત્તીસગઢમાં નકસલો સાથેની અથડામણમાં મેહુલભાઈ સોંલકી શહીદ થયા હતા. ભાવનગરથી દેવગાણા સુધીના રૂટ પર જવાનના પાર્થિવદેહને ઠેર ઠેર લોકો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્રણેક દિવસ પૂર્વે છત્તીસગઢમાં નકસલીઓ અને ભારતીય સેના વચ્ચે થયેલી અથડામણમાં ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગણાના વતની અને છેલ્લા ૧૦ વર્ષથી બોર્ડર સુરક્ષા ફોર્સ, કોબ્રા કમાન્ડોમાં ફરજનિયુક્ત મેહુલકુમાર સોંલકી શહીદ થયા હતા. વીર જવાન મેહુલકુમાર શહીદ થતા દેવગણા તેમજ આજુબાજુના ગામો સહિત સિહોર પંથકમાં શોકની લાગણી છવાઈ હતી.
દરમ્યાન શહીદ થયેલા મેહુલકુમારના પાર્થિવ દેહને અમદાવાદથી ભાવનગર અને ભાવનગરથી દેવગણા ખાતે લવાયો હતો. જ્યાં કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા, ધારાસભ્ય મેવાણી,જિલ્લા ભાજપ અધ્યક્ષ, જિલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા પ્રમુખ, જિલ્લા કલેકટર, આઈજી, જિલ્લા પોલીસ વડા, મહુવાના અધિક પોલીસ વડા, સિહોર પ્રાંત અધિકારી, સિહોર મામલતદાર, સિહોર પોલીસના પી આઈ તેમજ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને દેવગણા, ટાણા અને વરલ સહિત આજુબાજુના ગામોના લોકોએ શહીદ મેહુલકુમારને વીરાંજલી અર્પી હતી. અને પુરા સન્માન સાથે ગમગીન વાતાવરણમાં અંતિમ વિદાઈ આપી હતી. આ વેળાએ વીર જવાન મેહુલકુમારના પરિવારના સભ્યોને હાજર તમામે સાત્વના પાઠવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationMonsoon Update: ચોમાસું વહેલું કેમ આવ્યું? સમજો ચોમાસાનું આખુ સાયન્સ
May 25, 2025 08:43 PMપાકિસ્તાનમાં વિનાશકારી વરસાદ અને તોફાન: 20 લોકોના મોત, જનજીવન અસ્તવ્યસ્ત
May 25, 2025 08:41 PMCBSEની નવી માર્ગદર્શિકા: બાળકોના સર્વાંગી વિકાસ માટે માતૃભાષાનું શિક્ષણ
May 25, 2025 08:39 PMશાહજહાંપુર જિલ્લા હોસ્પિટલમાં ગેસ લીક: દર્દીઓમાં નાસભાગ
May 25, 2025 08:38 PMદહેજમાં કેમિકલ કંપનીમાં વિકરાળ આગ: "મેજર કોલ" જાહેર
May 25, 2025 08:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech