આશરે બે મહિના કરતાં વધુ સમયથી જે બ્રિજ ખુલ્લો મુકાઈ ગયો છે તે માધાપર ઓવરબ્રિજના સર્વિસ રોડ માટે જમીન સંપાદન કરવાનું કલમ ૧૧ (એક) મુજબનું અંતિમ જાહેરનામું સરકારે પ્રસિદ્ધ કયુ છે.
અગાઉ રાય સરકારે કલમ ૧૦ (એક) મુજબનું જાહેરનામું પ્રસિદ્ધ કયુ હતું અને ત્યાર પછી હવે વળતર સંબંધી આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
માધાપર ઓવરબ્રિજના સર્વિસ રોડ ચાલુ કરવા માટે ૧૪૨૪ ચોરસ મીટર જમીન સંપાદિત કરવાની થાય છે. આ તમામ જમીન ખુલ્લી છે અને ખાનગી સોસાયટીની માલિકીની છે. જમીન સંપાદનની કાર્યવાહી કે વળતર સામે જો કોઈને વાંધો હોય તો પ્રથમ જાહેરનામું પ્રસિદ્ધ થયાના ૬૦ દિવસ સુધીમાં એટલે કે આગામી તારીખ ૨૯ જાન્યુઆરી સુધીમાં વાંધા અરજીઓ થઈ શકશે. નિયત સમય મર્યાદા બહાર આવેલી અથવા તો અસ્પષ્ટ્ર વાંધા અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. જો સંપાદનની અને વળતરની કાર્યવાહી સામે કોઈ વાંધા રજૂ થશે તો આગામી તારીખ એક ફેબ્રુઆરીના રોજ તેની તપાસણીની પ્રક્રિયા કરવામાં આવશે અને આ વખતે વાંધો લેનાર વ્યકિત પોતે અથવા તેમના વકીલ મારફત બમાં હાજર રહી શકશે.
માધાપરના આ બ્રિજ પર ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમાવાનો હોય ત્યારે ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા હોય છે. પરંતુ હવે યારે રાજકોટની તમામ કોર્ટનું શીફટીંગ ઘંટેશ્વરમાં થયું હોવાથી દરરોજ હજારોની સંખ્યામાં અરજદારો, વકીલો, ન્યાયાધીશો વગેરેની આવન જાવન થતી હોવાથી ટ્રાફિકના પ્રમાણમાં ઘણો વધારો થયો છે. આવા સમયમાં સર્વિસ રોડ હજુ ચાલુ થયો ન હોવાથી હવે તે શકય તેટલી વધુ ઝડપે ચાલુ કરવાની દિશામાં તત્રં આગળ વધી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુના સાંબામાં ડ્રોન દેખાયા, ભારતે તોડી પાડ્યા, જલંધરમાં પણ દેખાયા ડ્રોન
May 12, 2025 10:34 PMન્યૂક્લિયર બ્લેકમેઇલિંગ નહીં સહન કરે ભારત: વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ
May 12, 2025 09:03 PM'યુદ્ધવિરામ નહીં તો વેપાર નહીં', ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
May 12, 2025 07:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech